Sunday, May 15, 2022

મારી અને વિજયભાઈની ચિંતા ન કરો તમારી અને તમારી પાર્ટીની કરો : ગોવિંદ પટેલ

આજના તાજા સમાચાર ગુજરાત, Rajkot city news live today : રાજકોટ Rajkot માં કથિત રીતે પોલીસ કમિશનર મનોજ અગ્નવાલ પર ટકાવારી કે તોડકોંડના આક્ષેપ બાદ ધારાસભ્ય ગોવિંદ પટેલ ચર્ચામાં રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પોલીસ પર થયેલા આક્ષેપ બાદ લોકદરબાર બોલાવી લોકોને સાંભળ્યા હતા. બાદમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ સુખરામ રાઠવા એ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર 500 કરોડના વહિવટનો આક્ષેપ કર્યો હતો. જે મામલે વિજય રૂપાણી દ્વારા તેમને બદનક્ષીની નોટીસ પાઠવવામાં આવતા ઈન્દ્રનિલ Indranil Rajyguru દ્વારા તાજેતરમાં જ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે વિજય રૂપાણી સહિતના નેતાઓને સાનમાં સમજાવવા સહિત ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ગઈકાલે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ બાદ આજે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો લેટર સામે આવ્યો છે. જેમાં તેઓ એ ઈન્દ્રનિલ રાજ્યગુરૂને જણાવ્યું છે કે, “મારી અને વિજયભાઈની ચિંતા કરવાને બદલે તમારી અને તમારી પાર્ટીની ચિંતા કરો તેમા તમારૂ હિત છે.”  

Rajkot news Today : મારી અને વિજયભાઈની ચિંતા ન કરો તમારી કરો : MLA Govind Patel

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

સાથે જ પત્રમાં જણાવાયું છે કે, “આક્ષેપ કરવાનો તમારો અબાધિત અધિકાર છે, પરંતુ આક્ષેપો સત્યની નજીકના હોય તો લોકોના ગળે ઉતરે. મારે અને વિજયભાઈને કેટલાક મતભેદ હોય શકે, પરંતુ મનભેદ ક્યારેય નહીં. તે આપે તથા આપની પાર્ટીએ સ્વિકારવું જોઈએ. રાજ્ય સરકારે પોલીસના વ્યવહાર સામે જે પગલા લીધા છે તેને આડે પાટે ચડાવવાની કોશિશ ન કરો, જેમાં જાહેર જીવનનું અને લોકોનું હિત છે તે આપે સમજવું જોઈએ. આપ સમજદાર છો અમારી કે અમારી પાર્ટીની ચિંતા ન કરશો તેવી વિનંતી છે.”

કરેલા કર્મોનો હિસાબ તમારા જ લ્યે છે

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. જેમાં તેમને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટાંકીને કહ્યું હતું કે, કરેલા કર્મો નો હિસાબ તમારા જ લોકો લઈ રહ્યાં છે ત્યારે અમારે કંઈ કરાવનું રહેતુ નથી. તમે રાજકોટને એક કલેકશન સેન્ટર બનાવી દિધું. તેમજ નિતીન ભારદ્વાજને ખુલ્લો દોર દઈ ખુબ ભ્રષ્ટાચાર કર્યો હતો.

સૌથી મહત્વની વાત છે કે, રાજકોટમાં ભ્રષ્ટાચાર બાબતે ઉંડી તપાસ કરવાને બદલે સત્તા અને કોંગ્રેસ બંને રાજકારણમાં વ્યસ્ત જોવા મળે છે. ત્યારે પુર્વ પોલીસ કમિશનરની બદલી કરી બાકીના તમામ કાંડ ભીના સંકેલવા પ્રયાસ થઈ રહ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

વધુ વાંચો –રૂપાણીની નોટીસ બાદ ઈન્દ્રનિલ મેદાને, હવે આગળ વધતા નહીં મારે કંઈ ન કરવુ પડે તેવી અપેક્ષા

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...