Monday, May 16, 2022

મહેન્દ્ર ફળદુની આત્મહત્યા કેસમાં આ લોકો પર થઈ FIR, DCP મનોહરસિંહ જાડેજાની પત્રકાર પરિષદ

આજના તાજા સમાચાર ગુજરાત, રાજકોટ Rajkot : રાજકોટમાં ગઈકાલે બુધવારના રોજ જાણીતા પાટીદાર અગ્રણી તેમજ વકિલ મહેન્દ્ર ફળદુ એ પોતાની ઓફિસમાં દવા પી બાદમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. જે મામલે પોલીસે કુલ 7 લોકો પર ફરિયાદ દાખલ Mahendra Faldu Suicide case કરી દેવાઈ છે. આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી. SITની પણ રચના કરવામાં આવી છે.

પાટીદાર અગ્રણી અને વકિલ તેમજ બિલ્ડર મહેન્દ્ર ફળદુ એ આત્મહત્યા પહેલા અંતિમ ચિઠ્ઠી Suicide Note લખી હતી, જેની નકલ તેમને જાણીતા અખબારોને મોકલી આપી હતી. જેમાં ઓઝોન ગ્રુપને તેમની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યું છે. પોલીસે ફળદુની અંતિમ ચિઠ્ઠીને આદારે કાર્યાવાહી હાથ ધરી કુલ 7 લોકો સામે ગુનો નોંધી તપાસ આદરી છે. હાલ આ તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના પણ થઈ ગઈ હોય તપાસ વેગવાન છે. જેમાં 4 ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાના કાર્યવાહી હાથ ધરાઈ હોવાના અહેવાલ છે.

Rajkot મહેન્દ્ર ફળદુની આત્મહત્યા કેસમાં થઈ FIR – આજના તાજા સમાચાર ગુજરાત

પોલીસ દ્વારા મહેન્દ્ર ફળદુના મૃતદેહ પાસેથી મળેલી ચિઠ્ઠી અને તેમના મોબાઈલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરવાના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને મૃતકની પોતાના જ અવાજમાં રેકોર્ડ કરેલી એક વોઇસ ક્લિપ પણ મળી છે જે તપાસમાં ઉપયોગી થશે.

રાજકોટન ડીસીપી મનોહરસિંહ જાડેજા એ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની જાણ પ્રથમ તો મહેન્દ્ર ફળદુની ઓફિસમાં કામ કરતા કર્મચારીને થઈ હતી. કર્મચારી એ ઓફિસે આવતા માલિક આત્મહત્યા કરેલી હાલતમાં હોય મૃતકના ભાઈ તેમજ દિકરાને જાણ કરી હતી. બનાવની માહિતી મળતા આ બંને જણ તેમની ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. ઓફિસે પહોંચતા જ તેમને મૃતકે લખેલી અંતિમ ચિઠ્ઠી સામે આવી હતી. જેમાં મારા મોબાઈલ ફોનનો ડેટા ઓન કરવો તેમ લખ્યું હતુ. આવું કરતા જ મૃતકના મોબાઈલમાંથી મૃતકે આત્મહત્યા પૂર્વે મોબાઈલનો ડેટા બંધ કરી પ્રેસનોટ મોકલાવી હતી જે તમામને સેન્ડ થઈ ગઈ હતી.

મનોહરસિંહ જાડેજા એ વધું જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાબતે મહેન્દ્રભાઇને આપઘાત કરવા મજબૂર કરનાર રાજકોટના બે તેમજ અમદાવાદના પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી 4 ટીમ બનાવવામાં આવી છે. તેમજ મૃતકે જે પ્રેસનોટ રિલીઝ કરી છે તેમજ તેના પરિવારજનોના નિવેદન સામે આવ્યા છે, તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આરોપીઓ મહેન્દ્ર ફળદુ તેમજ તેના થકી જેટલા પણ લોકો એ રોકાણ કર્યું હોય તેમને પૈસા પરત આપવા માની રહ્યા ન હતા.

મહેન્દ્ર ફળદુ કેસમાં આરોપીઓના નામ

  1. એમ.એમ. પટેલ ઉર્ફે મનસુખભાઈ સુરેજા
  2. અમિત જયમલભાઈ ચૌહાણ
  3. દીપકભાઈ મણિલાલ પટેલ
  4. અતુલભાઈ મહેતા
  5. જયેશકુમાર કાંતિલાલ પટેલ
  6. પ્રકાશ ચંદુલાલ પટેલ
  7. પ્રણયભાઈ કાંતિલાલ પટેલ
- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...