Homeગુજરાતરાજકોટકાલાવડ રોડ પણ ત્રણ બાઈક સવાર મિત્રોને ટ્રકે અડફેટ લીધા, ૨ વ્યક્તિના...

કાલાવડ રોડ પણ ત્રણ બાઈક સવાર મિત્રોને ટ્રકે અડફેટ લીધા, ૨ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત: રાજકોટ

-

Rajkot Latest News રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કર ત્રણ સવારીમાં જઈ રહેલા બાઈક સાથે થયઈ હતી. ટક્કર થતા જ બાઈક સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈ જતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણમાંથી બે વ્યક્તિ રોહિત અને હસમુખ મહેતાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ત્રીજો બાઈક સવાર વિપુલ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના કાલાવડ રોડ (Kalavad Road)પર આણંદપર ગામ નજીક આવેલ ગાર્ડી કોલેજ (Gardi Collage) પાસે અકસ્માત થયો હતો. બાઈક ચાલકો નિકાવા જમવા ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા. જેમાં મેટોડા GIDC ગેટ નંબર 2માં રહેતા રોહિત જાખેલીયા ઉંમર વર્ષ 25 તેમજ તેના મિત્ર હસમુખભાઈ મહેતા ઉંમર વર્ષ 45 અને વિપુલ જેન્તીભાઈ પંસારા ઉંમર વર્ષ 28 સાથે બાઈકમાં ગઈકાલે રાત્રીના સમયે જમવા માટે નિકાવા ગયા હતા. પરત આવતા સમયે ટ્રકે અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો અને ત્રણેય મિત્રો ફંગોળાઈ ગયા હતા. રાત્રીના સમયે સર્જાયેલા આ અકસ્માતથી ટ્રાફિક જામ થયો હતો.

અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઘટના સ્થળે જ  રોહિત અને હસમુખભાઈએ દમ તોડ્યો હતો. જેથી બંનેના મૃતદેહને લોધીકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પી.એમ. માટે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે. હાલ એક ઈજાગ્રસ્ત વિપુલ પંસારા સારવાર હેઠળ હોવાના અહેવાલ છે.

રોહિતને સંતાનમાં એક પુત્ર

મૃતક રોહિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે ફ્રૂટ વેચવાનું કામ કરતો હતો અને 3 ભાઇમાં તે સૌથી નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. ઈજાગ્રસ્ત વિપુલ પંસારા કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેને સંતાનમાં એક પુત્રી છે.

વધુ વાંચો- રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના કેશિયરે 20 ગ્રાહકોના 71.43 લાખ ચાઉં કર્યાની ફરિયાદ

Must Read