Homeગુજરાતરાજકોટરાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

-

રાજકોટ : રાજકોટ શહેરના ટ્રાફિકના નિયમન માટે આજરોજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બેઠક યોજી હતી. બીજી તરફ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવતા પરિવારને દિકરો ખોવાના વારો આવ્યો છે. ઘટના મામલે પોલીસે ગંભીરતા દાખવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના ગોંડલ રોડ પર હિટ એન્ડ રન (Rajkot Hit and Run News)ની ઘટના નોંધાઈ છે. રાજકોટ શહેર (Rajkot City)ના ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાસે બાઈક સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી હતી. વાહન ચાલક બાઈક સવાર સાથે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી છુટ્યો છે.

ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક સવાર ગૌતમ રાકેશભાઈ ઉંમર વર્ષ 19 અને બીટ્ટુ અરવિંદભાઈ ઉંમર વર્ષ 23ને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ આ દરમિયાન ગૌતમે દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મૃતહ ગૌતમ કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. ઘટના મામલે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ઘટનાની જાણ આજીડેમ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...