Homeગુજરાતરાજકોટહેડ ક્લાર્ક વર્ગ -3 પરીક્ષા કેન્દ્રો આસપાસ જારી કરાયેલા પ્રતિબંધક હુકમો

હેડ ક્લાર્ક વર્ગ -3 પરીક્ષા કેન્દ્રો આસપાસ જારી કરાયેલા પ્રતિબંધક હુકમો

-

Rajkot 12 ડિસેમ્બરે યોજાનારી હેડ ક્લાર્ક વર્ગ -3(head clerk class 3 exam 2021) ની પરીક્ષા સંદર્ભે રાજકોટ જિલ્‍લાનાં પરીક્ષા કેન્દ્રો આસપાસ જારી કરાયેલા પ્રતિબંધક હુકમો

રાજકોટ, તા. ૦૯ ડીસેમ્બર – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી તા ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરમાં અલગ અલગ શાળા કોલેજોના કૂલ ૧૩૩ કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે.

આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને પરીક્ષામાંથતીગેરરીતી અટકે, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ શહેર વિસ્‍તારમાં જે-જે શાળાનાં બિલ્‍ડીંગોમાં પરીક્ષા લેવાનાર છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સંબંધિત સરકારી વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના

તે કેન્‍દ્રોના કમ્‍પાઉન્‍ડમાં તેમજ તેની આસપાસનાં ૧૦૦ મીટર (એકસો મીટર)નાં વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓના એકત્રિત થવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા કે લાવવા પર, ચાર કે તેથી વધારે માણસોના ભેગા થવા તેમજ પરીક્ષાર્થીઓને કેન્‍દ્રમાં મોબાઇલ રાખવા પર રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રતિબંધ મુકયો છે.

સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ તેમજ સરકારી કર્મચારીઓ, લગ્‍નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડના અધિકારી તથા જવાનોને આ હુકમો લાગુ પડશે નહી.

આ હુકમના ભંગ કે ઉલ્લંઘન બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

Must Read