Jasdan News : રાજકોટના રૈયાનાકા ટાવર વિસ્તારમાં રહેતા જય ગોસ્વામીએ ગત સોમવારે સાંજે ઘરની અગાશી પર પંખાના હૂક બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા (Suicide)ના કારણને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે કે, તાજેતરમાં જ જસદણ ખાતેના ATM ચોરીના કેસ મામલે યુવકને પોલીસે તપાસ માટે બોલાવ્યો હતો. જેમાં કથિત રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવતા યુવકે આત્મહત્યા કરીનો આક્ષેપ પરિવારે કર્યો છે.
મૃતક યુવકના માતા રીનાબહેન દ્વારા પિતા અતુલગીરીએ આક્ષેપ કર્યો હતો કે, જય ATMમાં પૈસા મુકવા જતી કંપની સિક્યોર વેલ્યુમાં કામ કરતો હતો. તે ગત 15 સપ્ટેમ્બરના રોજ સ્ટાફ સાથે જસદણ ખાતે ગયો હતો. દરમિયાન તેમણે રૂપિયા 22 લાખ ATMમાં મુક્યા હતા. બાદમાં રૂપિયા 17 લાખની ચોરી થઈ હોય આ મામલે જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સહિતના સ્ટાફે પુત્ર જયને બોલાવ્યો હતો.
વધુ વાંચો- અલ્પેશ કથિરીયા અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ વિડીયોમાં જૂઓ શું થયું
પોલીસ તપાસમાં બોલાવતા સ્ટાફ સાથે મૃતક યુવક પણ ગયો હતો. પરિવારનો આક્ષેપ છે કે યુવક પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસ ટોર્ચર કર્યું હતું. પીઆઈ રાણા સહિતના સ્ટાફે યુવકને એક જ કીડની હોવાનું કહેવા છતાં ફટકાર્યો હતો. બાદમાં સોમવારના રોજ જય નોકરીના સ્થળે ગયો ત્યાં પણ તેને મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે કલાકો સુધી બેસાડી રાખ્યો હતો. બાદમાં સાંજના સમયે જય ઘર પર આવ્યો અને તેણે જીવન ટુંકાવી લીધું હતું.
વધુ વાંચો- વિદ્યાર્થીનીઓના ગંભીર આક્ષેપ બાદ લંપટ શિક્ષકની ધરપકડ કરતી જેતપુર સિટી પોલીસ