Homeગુજરાતરાજકોટરાજકોટમાં આ રીતે રૂપિયા ડબલ કરવા ગયા પછી દોડવું પડ્યું જાદુગર શોધવા

રાજકોટમાં આ રીતે રૂપિયા ડબલ કરવા ગયા પછી દોડવું પડ્યું જાદુગર શોધવા

-

રાજકોટ સમાચાર :  ‘લાલચ બુરી બલા હે’ આ કહેવત લગભગ દરરોજ યથાર્થ થતી હોય તેવા કિસ્સા સામે આવતા રહે છે. લાલચમાં ફસાઈ લોકો પોતાના પૈસા કે મિલ્કત ગુમાવી દેતા હોય છે અને બાદમાં પોલીસ સ્ટેશન મામલો પહોંચે એટલે અખબારમાં સમાચાર બને છે. આ સમાચાર લાખો લોકો વાંચે છતાં ગઠીયાઓ લાલચ આપી નવા-નવા શિકાર શોધી છેતરપિંડી આચરતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.

રાજકોટમાં સમૃધ્ધી ભવનમાં એસઆર આંગડિયા પેઢીમાં નોકરી કરતા પાટણના મેરવાડા ગામના વતની જોરૂભા જીવાજી દરબાર ઠગાઈનો શિકાર બન્યા છે. જોરૂભાને તેમના ઘરે આવીને ઠગ ટોળકી ઠગાઈનો શિકાર બનાવી ગઈ અને રૂપિયા 11 લાખનો ચૂનો લગાવતી ગઈ છે.

જોરૂભાને એકાદ વર્ષ અગાઉ પોતાની કારમાં રાજકોટ પરત ફરતા હતા ત્યારે ચાણસના વડાવણી ગામે હોટલ પર ચા પીવા ઉભા રહ્યા ત્યારે ભરત નામના શખ્સ સાથે પરિચય થયો હતો. જેણે જોરૂભાને પોતાની પાસે સાધ્વી છે જે તેમને પૈસા ડબલ (Ek Ka Double) કરી આપે છે તેવી વાત કરી હતી. શરૂઆતમાં જોરૂભાએ તેની વાતને ધ્યાને લીધી નહીં પરંતુ બાદમાં ભરત અવાર-નવાર ફોનથી સંપર્ક કરી રહ્યો હતો.

ગત સોમવારની રાત્રીના ભરતે ફરીથી જોરૂભાને ફોન કરી મંગળવારે તેમના ઘરે આવી રૂપિયા ડબલ કરી દેશું તેમ જણાવતા જોરૂભા લાલચની જાળમાં ફસાઈ ગયા અને ઘરે આવવા માટે હા પાડી હતી. જોરૂભાને મોટી રકમ ડબલ કરવી હતી માટે તેમણે હોસ્પિટલના કામમાં પૈસાની જરૂર છે તેમ કહી રૂપિયા 11 લાખ ઉછીના લીધા હતા. મંગળવારે ભરત બપોરે બે વાગ્યે શાંતુજી અને સાધ્વીના સ્વાંગમાં રહેલી એક મહિલાને લઈ કારમાં આવ્યો હતો.

કારમાં આવેલી ટોળકીનો કાર ચાલક કારમાં જ બેઠો હતો. જ્યારે અન્ય ત્રણેય જોરૂભાના કુવાડવા રોડ પરના મકાનમાં આવ્યા હતા. ઠગ ટોળકીએ વિધિ  કરવાનો ડહોળ કર્યો બાદમાં સાધ્વીના સ્વાંગમાં રહેલી ઠગ મહિલાએ જેટલી રકમ ડબલ કરવી હોય એટલી વિધિમાં મુકાવનું કહેતા જોરૂભાએ રૂપિયા 11 લાખ મુક્યા હતા.

વિધિનો ડહોળ કરી રહેલી મહિલાએ જોરૂભા, ભરત અને શાંતુજીને એક રૂમમાં જવા સૂચના આપી હતી. જેથી ત્રણેય રૂમની અંદર ગયા જ્યારે મહિલાએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. બસ આ તકનો લાભ લઈ મહિલા રૂપિયા લઈ નાસી ગઈ અને જોરૂભાને લાંબો સમય દરવાજો નહીં ખુલતા શંકા જતા બારીમાંથી કુદીને બહાર આવ્યા હતા. જોરૂભાએ તપાસ શરૂ કરી અને પોલીસને પણ જાણ કરી હતી. દરમિયાન તેમની સાથે ભરત અને શાંતુજી પણ તે મહિલાની શોધમાં જોડાયા હતા પરંતુ પોડાશી એકઠા થયા ત્યારે ભીડનો લાભ લઈ બંને નાસી ગયા હતા.

બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.સી.વાળા સહિતની ટીમે ચોક્કસ લોકેશન મેળવી મહિલા અને કારચાલકને ઝડપી લઇ રૂ.11 લાખ કબજે કર્યા હતા. નાસી છૂટેલા ભરત અને શાંતુજીની શોધખોળ શરૂ કરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...