Homeગુજરાતરાજકોટસગીરાએ યુવાન સાથે સેલ્ફી લેતા માતાએ ઠપકો આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો: રાજકોટ

સગીરાએ યુવાન સાથે સેલ્ફી લેતા માતાએ ઠપકો આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો: રાજકોટ

-

Rajkot Gujarati News: માતાએ ઠપકો આપતા આત્મહત્યાનો પ્રયાસ: રાજકોટ. રાજકોટમાં ધોરણ 9 ની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. સગીર વિદ્યાર્થીનીએ યુવક સાથ સેલ્ફી લીધી હતી જે યુવકે સગીરાને વોટ્સએપ પર મોકલી હતી. આ ફોટો જોઈ માતાએ સગીરાને ઠપકો આપ્યો હતો. જેના પગલે માઠુ લાગી જતા સગીરા એ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

રાજકોટના મવડી વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ મોડી રાત્રીના સમયે ગળેફંદો લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ થતા તુરંત જ બેભાન હાલતમાં સગીરાને સારવાર માટે ખસેડી હતી. જ્યાં હોસ્પિટલ સ્ટાફે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ તપાસ માટ પહોંચી હતી.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં માહિતી મળી હતી કે સગીરા આવાસ ક્વાટરની લિફ્ટમાં જતી હતી ત્યારે ગોવિંદ મરાઠાએ સગીરાનો નંબર લીધો હતો. દરમિયાન તેને સગીરા સાથે સેલ્ફી ફોટો લીધો હતો. આ ફોટો ગોવિંદે સગીરાના ફોન પર વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. જે ફોટો સગીરાની માતાએ જોતા સગીરાને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....