Homeગુજરાતરાજકોટરાજકોટમાં 'ગે' માટેની એપથી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50 હજારની માંગણી કરતા આરોપી...

રાજકોટમાં ‘ગે’ માટેની એપથી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50 હજારની માંગણી કરતા આરોપી ઝડપાયા

-

રાજકોટ : હાલ સુધી હનીટ્રેપ (Honey Trap)ના કિસ્સામાં મહિલાને આગળ ધરી પૈસા પડાવતી ટોળકીઓ સક્રિય હતી. પરંતુ રાજકોટમાં ગે એપ્લિકેશન મદદથી યુવકને બોલાવી ગોંધી પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અને મૂળ સાયલના 21 વર્ષીય યુવકે સમલૈંગીક સબંધને લગતી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ એપ્લિકેશન મારફતે મેસેજ કરી યુવકને આરોપીઓએ રૂબરૂ મળવા બોલાવ્યો હતો. બાદમાં યુવકને એક આવાસ યોજનાના ક્વાટર્રમાં લઈ જઈ ત્યાં અન્ય ત્રણ શખ્સો સાથે મળી આરોપીઓએ અર્ધનગ્ન કરી વિડીયો બનાવ્યો. આ વિડીયોને વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 50 હજારની માગણી કરવામાં આવી હતી.

પોલીસને ભોગ બનાનાર યુવકે જણાવ્યું હતું કે, ત્રણેક દિવસ પહેલા પોતાના મોબાઈલમાં એક ‘ગે’ને લગતી એક એપ્લિકેશન (Gay Application) ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનમાં સમલૈંગિક સબંધો ધરાવતા લોકોનો સમુહ હોય છે. આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેને એક મેસેજ મળ્યો હતો. જે ‘Hi’ લખેલા મેસેજના જવાબમાં તેને પ્રત્યુત્તર આપ્યો હતો. આ સામે વાળી વ્યક્તિ સાથે ઉંર અને મુલાકાતની વાતો શરૂ થઈ હતી. બાદમાં મુલાકાત નક્કી થતા બપોરે કાલાવાડ રોડ પર કે.કે.વી. ચોકમાં અજાણ્યો વ્યક્તિ મળવા પહોંચ્યો હતો. જ્યાંથી તેણે આપણે રૂમ પર જઈએ તેમ કહેતા પીડિત યુવક તેની સાથે જવા નિકળ્યો હતો.

કે.કે.વી. હોલ ચોક (K K V Hall Chowk) પાસેથી યુવકને આરોપી નાણાવટી ચોક (Nanavati chowk) પાસે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિંગ-13માં પ્રથમ માળે લઈ ગયો. જ્યાં રૂમનું તાળું ખોલી અંદર જતા જ અન્ય ત્રણ આરોપી રૂમમાં આવી ગયા અને અંદરથી રૂમ બંધ કરી દીધો હતો. આરોપીઓએ મળી યુવકને ચાકુ બતાવી ધમકી આપી અને કહ્યું કે, પાકીટ મોબાઈ અને જે કંઈ હોય તે આપી દે નહીં તો તને અહીંજ પતાવી નાખીશું. ગભરાયેલા યુવાને તુરંત જ રૂપિયા 400 સાથેનું પોતનું પાકિટ અને મોબાઈલ ફોન આપી દીધો હતો. આરોપીઓ એ યુવકના બાઈકની ચાવી પણ લઈ લીધી અને બાદમાં બળજબરી પૂર્વક તેઓ કહે તેમ કરવા જણાવ્યું હતું.

યુવકને અર્ધનગ્ન કરી નાખી આરોપીઓએ યુવકે બોલવા મજબૂર કર્યો કે, ‘હું આ સાઈટ મારફતે નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક કરી તેમને મળવા બોલવું છું. અને તેની સાથે સબંધ રાખું છે. હવે પછી હું આવું નહીં કરૂ મને માફ કરી દો.’ આ વિડીયો ચારેય આરોપીઓએ મોબાઈલમાં રેકોર્ડ કર્યો. જેને વાયરલ નહીં કરવા માટે યુવક પાસેથી આરોપીએ રૂપિયા 50 હજારની માગણી કરી હતી. આથી યુવકે કાકાને કોલ કરી રૂપિયા 50 હજાર આપી જવાનું કહેતા સાંજે વ્યવસ્થા કરી આપશે તેમ જણાવ્યું હતું.

બાદમાં ચારેય આરોપીઓએ યુવકને બાઈકની ચાવી અને મોબાઈલ પરત આપી રવાના કર્યો હતો. સાથે જ જણાવ્યું કે, રૂપિયા 50 હજાર લેવા માટે સાંજે ફોન કરીશું. સમગ્ર ઘટના કોટેચા ચોકમાં પોતાના બે કાકાને બોલાવી જણાવી હતી. બંને કાકા તેને જે ક્વાર્ટરમાં લઈ જવાયો હતો ત્યાં પહોંચ્યા હતા. આ સમયે ક્વાર્ટર તાળાથી બંધ કરેલી હાલતમાં હતું. બાદમાં યુવકને રાતના આઠ વાગ્યા આસપાસ ફોન કરી રૂપિયા 15-20 હજારની માગણ કરી હતી. યુવકે ઘરે પુછીને રૂપિયા આપવાનું કહેતા ફોન કાપી થોડીવાર બાદ ફરી ફોન કરી રૂપિયા 20 ઓનલાઈન ટ્રાન્સફર કરવા કહેવાયું હતું. અંતે કંટાળી યુવક પોતાના કાકાની સલાહથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો જ્યાંથી તેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો હતો.  યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી શરૂ થઈ હતી.

પોલીસે યુવકની ફરિયાદના આધારે તપાસ કરી, કૃત્ય આચરનાર ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. પોસીસે આ મામલે આફ્રિદ ફિરોઝ કાદરી, અમન સલીમભાઈ કાદરી, સોહિલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભીની ધરપકડ કરી છે. આરોપીને કેકેવી હોલ ચોકમાં મળવા માટે આવ્યો હતો તે ભાર્ગવ ડાભી હોવાનું ખુલ્યું છે જ્યારે બાકીના ત્રણેય ક્વાર્ટર પર પાછળથી આવી વિડીયો બનાવનાર આરોપી છે.

આ મામલે પત્રકારોને એ.સી.પી. પી. કે. દિયોરાએ જણાવ્યું હતું કે, હાલ આરોપીના મોબાઈલ વોટ્સેફ અને તેના ગ્રુપ ચેકિંગ કરીએ છીએ. બાદમાં તેના પરથી ખ્યાલ આવશે કે કેટલા સભ્યો જોડાયેલા છે. સાથે જ તેમાં રહેલા લોકોને નામ નહીં આપવાની શરતે માહિતી મેળવવા પ્રયાસ કરીશું. જેથી આવી કોઈ ગેંગ સક્રિય હોય કે જે નિર્દોષ બાળકોને આવી જાળમાં ફસાવતા હોય તો અટકાવી શકાય. સાથે જ સાયબર સેલના ઉપયોગ વડે અન્ય કોઈ ભોગ બન્યા છે કે કેમ તેની તપાસ કરી કાર્યવાહી કરીશું.

વધુ વાંચો- ઈંડા ખાઈ બીલ નહીં ચૂકવવા મામલે બાળકને ઢોર માર માર્યો, આરોપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી હોવાનો આરોપ

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...