Homeગુજરાતરાજકોટપૂર્વ પ્રેમીએ સગાઈ તોડાવવા સુધી પરેશાન કરતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી:...

પૂર્વ પ્રેમીએ સગાઈ તોડાવવા સુધી પરેશાન કરતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી: રાજકોટ

-

Rajkot City News Gujarati : યુવાનીમાં પ્રેમ સબંધ બંધાય તે સ્વાભાવિક છે, પરંતુ પ્રેમ સબંધ એક તરફી હોય ત્યારે ખતરનાક બની જતો હોય છે. વળી બેમાંથી એક પાત્ર જ્યારે પ્રેમ સબંધ પુર્ણ કરવા ઈચ્છે ત્યારે ઝઘડા પણ થાય અને ગંભીર બનાવો પણ બને. આવું જ કંઈક રાજકોટની એક યુવતી સાથે થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવક-યુવતી વચ્ચે બંધાયેલો પ્રેમ સબંધ યુવતીએ પુર્ણ કરતા એટલે કે બ્રેક અપ કરતા યુવકે યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યુ હતું. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પરથી ચોંકાવનારી માહિતી મળે છે યુવકે કેટલી હદ સુધી યુવતીને પરેશાન કરવાના હથકંડા અપનાવ્યા હતા.

ઘટના એવી છે કે, પોરબંદર મુળની યુવતી રાજકોટમાં રહી નર્સિગનો અભ્યાસ કરે છે. જીવલેણ મહામારી દરમિયાન તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. દરમિયાન  જંગલેશ્વરના મહેશ્વરીનગરમાં રહેતા નબીલ બદરૂદ્દીન જીવાણીના પિતા ત્યાં દાખલ હતા. જેના કારણે યુવક ત્યાં આવતો જતો રહેતો હતો, જેથી યુવતી તેના સંપર્કમાં આવી હતી. આ મુલાકાતો બાદ બંને વચ્ચે ટેલિફોનિક ચર્ચાઓ શરૂ થઈ અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

Rajkot News : પૂર્વ પ્રેમીએ પરેશાન કરતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી: રાજકોટ

પ્રેમસબંધ લગ્ન સુધી પહોંચે તે માટે યુવતીએ પોતાના માતા-પિતાને નબિલ સાથેના સબંધની જાણ કરી હતી. યુવતીના માતા-પિતા એ નબીલ અને તેના પરિવાર અંગે તપાસ કરી જો સારૂ લાગશે તો લગ્ન કરી આપશે તેમ કહ્યુ હતું. પરંતુ યુવતીના વાલીને જ્યારે ખ્યાલ પડ્યો કે આ યુવક નબીલ તો કોઈ કામ ધંધો જ નથી કરતો તો તેમણે લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં યુવતી એ પણ પ્રેમ સબંધ પુર્ણ કરતા બ્રેક અપ થયુ હતું. યુવતીએ બાદમાં અન્ય યુવક સાથે પરિવારના કહેવા મુજબ સગાઈ કરી લીધી હતી. પોતાની સગાઈના ફોટા યુવતીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.

યુવતીને સગાઈ અંગે નબીલને જાણ થતાં અલગ-અલગ નંબર પરથી ફોન કરી ધમકાવતો હતો અને મારી જોડે જ લગ્ન કરવા પડશે, તારી સગાઈ તોડી નાખ નહિતર શાંતિથી જીવવા નહીં દઉં તેમ કહેતો હતો. બાદમાં નબીલે તેના મંગેતરનો નંબર મેળવી ફોન કરીને કહેતો કે, મારે યુવતી સાથે પ્રેમ સંબંધ છે, અને બંનેના અગાઉના ફોટો મોકલી સગાઈ તોડવી નાખી હતી. યુવતી જ્યારે કોલેજ જતી ત્યારે તેનો પીછો કરીને લગ્ન તેની સાથે લગ્ન કરી લેવા માટે વારંવાર ધમકી આપતો રહેતો હતો. આખરે યુવતીએ કંટાળીને યુવક વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

Must Read