Homeગુજરાતરાજકોટખરાબ તુવેરદાળ ગરીબોને ધાબડી દેવાનો કારસો ! પ્રધાનમંત્રી સુધી મામલો પહોંચતા તપાસ...

ખરાબ તુવેરદાળ ગરીબોને ધાબડી દેવાનો કારસો ! પ્રધાનમંત્રી સુધી મામલો પહોંચતા તપાસ શરૂ: રાજકોટ

-

Rajkot City News Gujarati રાજકોટ : સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજ-કઠોળની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલ ઉઠતા રહ્યાં છે. એવામાં રાજકોટના કલેકટર અને તંત્ર પણ ગરીબોના રાશનમાં બેદરકારી પૂર્વકનું ધ્યાન દેતા હોય તેવો મામલો સામે આવ્યો છે. સડેલા અને ખરાબ કઠોળની ફરિયાદો તંત્ર પાસે અરજદારો દ્વારા કરવામાં આવતી રહી છે, પરંતુ આ મામલે તંત્રએ શું કાર્યવાહી કરી હશે તે તંત્ર જ જાણે. પરંતુ એવામાં રાજકોટમાં ગાંધીનગરથી વિજિલન્સની ટીમ દોડી આવતા તંત્રની કાર્યવાહી સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાંથી (Fair Price Shop) મળતી તુવેર દાળ Toor Dal હલકી ગુણવત્તાની હોવાની રાવ થતી રહી છે. જ્યારે આ મામલે સ્થાનીક તંત્રની આંક ઉઘડી ન હતી. ત્યારે ફરિયાદોનો મારો પ્રધાનમંત્રી સુધી પહોંચતા ગાંધીનગર વિજિલન્સની ટીમ રાજકોટ ખાતે પહોંચી હતી. રાજકોટ આવી વિજિલન્સની ટીમે બજરંગવાડી અને કોઠારીયા વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાંથી દાળના નમુના લીધા હતા. આ નમુનાઓ વડોદરા ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફરીયાદો ઉઠી રહી હતી કે રાજકોટમાં સસ્તાના અનાજની દુકાનો પર હલકી ગુણવત્તાની તુવેર દાળ ધાબડી દેવામાં આવતી હતી.

ખરાબ તુવેરદાળ ! PMO સુધી મામલો પહોંચતા તપાસ શરૂ: રાજકોટ Rajkot City News Gujarati

રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે થયેલી સેમ્પલ લેવાની અને ચકાસણી માટેની કાર્યવાહી બાદ આજરોજ જિલ્લાના પુરવઠા અધિકારી અને પુરવઠા ઈન્સપેક્ટર્સ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. આ મામલે જીએસટીવી.ઈન વેબસાઈટના અહેવામાં સુત્રોને ટાંકીને જણાવાયું છે કે, ગાંધીનગરમાં પુરવઠા વિભાગે જે કોન્ટ્રાક્ટરની તુવેર દાળને અખાદ્ય ગણાવી છે અને નમુના નાપાસ જાહેર કર્યા છે તે જથ્થો કોઈ પણ રીતે રાજકોટમાં ઘુસાડી દેવામાં આવ્યો છે. આમ ખરાબ અને હલકી ગુણવત્તાની દાળ રાજકોટમાં આવેલા સસ્તા અનાજના દુકાનદારોને ધાબડી દેવામાં આવી છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...