રાજકોટ : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક (Rajkot District Bank)ની ધોરાજી ના વડોદર શાખાના કશિયરે રૂપિયા 71.43 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. કેશિયરે ખાતાધારકોના ખાતમાંથી જમા કરાવેલી રકમ બેંકમાં જમા કરવાના બદલે અંગત ઉપયોગમાં લીધા હતા. ખાતમાં પૈસાની એન્ટ્રી પણ ડિલીટ કરી દઈ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે ધોરાજી ઝોન Dhoraji Zoneના ડેપ્યુટી મેનેજર ગોપાલભાઈ રાદડિયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિકાસ રતીલાલ લાખાણીનું નામ તેઓએ જણાવેલ છે.
ફરિયાદ મુજબ વાડોદર ગામની શાખાના મેનેજર રાજૂભાઈ રાવલનો ફોન આવતા ઘટના પ્રકાશમાં આવી હતી. રાજૂભાઈ રાવલે ફરિયાદીને જણાવ્યું હતું કે, વિજયભાઈ બાબુભાઈ સાવલીયાની રજૂઆત છે કે તેમણે ખાતમાંથી ત્રણ લાખ નથી લીધેલા છતાં પણ ખાતામાંથી ઉપાડ થયાનું બતાવે છે. જેના કારણે ખાતમાં બેલેન્સ ઓછું બતાવે છે.
આ ઘટનાની જાણ થતા ફરિયાદી સમઢીયાળા કે જ્યાં તેઓ ઓડિટ માટે ગયા હતા ત્યાંથી વાડોદર શાખા ખાતે ગયા હતા. તેમને પ્રાથમિક તપાસ કરતા વાડોદર શાખાના કેશીયર તરીકે વિકાસભાઈ રતીલાલ લાખાણી ઉપર શંકા જતા અમોએ તથા બેંકના વિજિલન્સ મેનેજર મગનભાઈ કાછડીયા, કે.બી. રામોલીયા તથા એમ.એલ. નરોડીયા તથા એ.જે.વઘાસીયાનાઓ દ્વારા તપાસ કરી હતી.
આ ઘટનામાં આરોપ છે કે, ઓરોપીઓ એ વાડોદર શાખાના ગ્રાહક ખીમાભાઈ ગગાભાઈ દાસાણીની CIFમાંથી વિગતો મેળવી મોબાઈલ નંબર અને ચેક મેળવ્યો હતો. બાદમાં ચેક પર પોતાના જ અક્ષરે ચેક લકી અંગુઠાનું નિશાન કરી પોતાની જ સહીથી અંગુઠાની ઓળખ આપી હતી. સાથે જ 5 લાખ 20 રૂપિયાના ચેક સામે રૂપિયા 5 લાખની આરટીજીએસ સ્લીપ ભરી હતી. આ રકમ તેમણે કેતન કુમાર જાગાણી મોરબીના ઈન્ડુસઈન્ડ બેંકના ખાતમાં ટ્રાન્સફર કરી હતી. આમ ફિરયાદ મુજબ આરોપીઓએ રૂપિયા 71.43 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કુલ 20 જેટલા ખાતા ધારકોના ખાતામાંથી રકમ ઉચાપત થઈ છે.
છેતરપીંડીનો ભોગ બનનાર બેંકના ખાતાધારકો
- 1. ખીમાભાઈ ગગાભાઈ દસાણી
- 2. અશ્નિનભાઈ શાર્દુલભાઈ ડાંગર અને વનિતાબેન અશ્વિનભાઈ ડાંગર
- 3. જીવુબા બળવંતસિંહ વાઘેલા
- 4. પ્રફુલભાઈ રાઘવભાઈ લાખાણી
- 5. પ્રફુલ ટપુભાઈ ડાવરા
- 6. મેરામભાઈ ખોડાભાઈ છૈયા
- 7. પેથલજીભાઈ રાજાભાઈ મિયાત્રા
- 8. ગાંડુંભાઈ રણછોડભાઈ લાખાણી
- 9. જયાબેન કાનજીભાઈ રૂડાણી અને કાનજીભાઈ રૈયાભાઈ રૂડાણી
- 10. વિજયભાઈ બાબુભાઈ સાવલિયા
- 11. વિઠ્ઠલભાઈ આંબાભાઈ લાખાણી અને જયાબેન વિઠ્ઠલભાઈ
- 12. મનસુખભાઈ નાજાભાઈ મૈયડ અને શાંતાબેન મનસુખભાઈ મૈયડ
- 13. પરસોતમભાઈ ટપુભાઈ રૂડાણી
- 14. ભાવેશભાઈ ચુનીભાઈ રાબડીયા
- 15. પ્રતાપબા રાયમલજી વાઘેલા અને અશોકસિંહ રાયમલજી વાઘેલા
- 16.ભનુભાઈ પદ્માભાઈ દેસાઈ
- 17. પરસોતમભાઈ રણછોડભાઈ ટાંક અને મંજુલાબેન પરસોતમભાઈ ટાંક
- 18. મગનલાલ ગોપાલભાઈ પાચાણી
- 19. હમીરભાઈ સર્દુલભાઈ ડાંગર અને શાંતાબેન હમીરભાઈ ડાંગર
- 20. દિનેશભાઈ અરજનભાઈ વીરડા અને મધુબેન દિનેશભાઈ વીરડા
વધુ વાંચો- રાજકોટ પોલીસના ASI હિતેન્દ્રસિંહની ફેસબુક પોસ્ટે મચાવ્યો ખળભળાટ