Homeગુજરાતરાજકોટએક દિવસના નાયક બનવા મુખ્યમંત્રીને પત્ર લખતો યુવાન શું કરવા ઈચ્છે છે...

એક દિવસના નાયક બનવા મુખ્યમંત્રીને પત્ર લખતો યુવાન શું કરવા ઈચ્છે છે જાણો

-

Rajkot News Gujarati : રાજકોટના ધોરાજી Dhoraji ના યુવાન સાંકેત મકવાણાએ એક દિવસનો મુખ્યમંત્રી બનાવવા માટે મુખ્યમંત્રી CMને પત્ર લખ્યો છે. યુવાન સાંકેતનું કહેવું છે કે રાજ્યમાં પેપર લીક, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી નાગરિકો પીડાઈ રહ્યા છે.

યુવાનોની ખાનગી શાળાઓની ફીમાં લૂંટ, બેરોજગારી, પેપરલીક કાંડ, મોંઘવારી, અને ભ્રષ્ટાચારને કારણે સરકાર રાજકીય Political રીતે ઘેરાતી રહે છે. પરંતુ હવે તો સામાન્ય લોકો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. ધોરાજીના શિક્ષિત યુવાન સાંકેત મકવાણાએ એક પત્ર લખી મુખ્યમંત્રીને પોતાને એક દિવસ મુખ્યમંત્રી બનાવવા માટે અરજ કરી છે.

યુવાનનું કહેવું છે કે, જો તેને એક દિવસ માટે ગુજરાનો મુખ્યમંત્રી બનાવે તો તે પેપરલીક કાંડના આરોપીઓને જેલ હવાલે કરી શકે તેમ છે. સાથે જ પેટ્રોલ-ડિઝલ સહિતના વધતા ભાવને કાબુ કરી મોંઘવારીને પણ નાથી શકે તેમ છે. અને ભ્રષ્ટાચાર, ખાનગી શાળા દ્વારા ઊંચી ફી લઈ થતી ઉઘાડી લૂંટને પણ નાથી શકે તેમ છે.

Dhoraji News : એક દિવસના નાયક બનવા મુખ્યમંત્રીને પત્ર લખતો યુવાન શું કરવા ઈચ્છે છે જાણો

યુવાન જણાવે છે કે વર્ષોથી ભાજપની સરકાર છે પણ છતાં ભાવ વધારો યથાવત છે. પ્રધાનમંત્રી મોદીએ રોજગારીનું વચન આપ્યુ હતું, પેટ્રોલ 50 રૂપિયે મળશે તેમ જણાવતા હતા. પરંતુ આજની હાલત તમે જોઈ શકો છો કે યુવાનો બેરોજગાર છે, શિક્ષણમાં લૂંટ છે, પેપર ફૂટે છે. તો આ સ્થિતીમાં મેં સરકારને વિનંતી કરી છે કે મને એક દિવસ મુખ્યમંત્રી બનાવે તો હું મારી સુઝબુઝથી કામ કરી તેના નિરાકરણ કરી શકીશ તેવી આશા છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...