Rajkot Crime News : આપણે આજે વાત કરવી છે રાજકોટ શહેર (Rajkot City)ની કે જ્યાં પત્રકારો સુધી માહિતી યેનકેન પ્રકારે પહોંચતી અટકી રહી છે. પત્રકારો (Journalists) અંધારામાંથી સમાચારો લાવી માધ્યમો પર પ્રસિધ્ધ કરી આપના સુધી પહોંચાડતા હોય છે.
પણ શું થાય જ્યારે માહિતી પત્રકારો સુધી જ ન પહોંચે, જો આવું થાય તો નાગરિકો સમક્ષ એક આભાષી ચિત્ર પેદા થઈ જાય અને આ ચિત્ર એટલું ભયાવહ હોય. આ ચિત્રની ભયાવહતા ત્યારે સમજાય જ્યારે આપના ઘર સુધી તેની ભયાનકતા જોવા મળે અને જ્યારે આપનો અવાજ આપની આસાપાસ જ દબાઈને રહી જાય.
જૂઓ વિડીયો- Video
વાત એવી છે કે દરેક શહેરની જેમ રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) પણ પત્રકારોને દરરોજના નોંધાતા ગુનાની ટુંકી માહિતી પુરી પાડતા હોય છે, જેના આધારે પત્રકારો માહિતી એકત્રિત કરી માધ્યમો મારફતે આપના સુધી પહોંચાડતા હોય છે.
પરંતુ રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ થોડા દિવસોથી આ પ્રકારે માહિતી મોકલે તો છે પણ તેમાં જણાવે નીલ… રીપોર્ટ જણાવે છે. મતલબ કે રાજકોટ શહેરના 15માંથી એક પણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા નથી.
સૌ જાણે છે તેમ રાજકોટ શહેર પોલીસ અને પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ હદે વિવાદોથી ઘેરાયા હતા કે સત્તાપક્ષના ધારાસભ્યોએ લેટર લખ્યા ત્યારે ગૃહવિભાગે કાર્યવાહી કરી. કોણ જાણે શહેરના કેટલા નાગરિકો પીડાયા હશે, કેટલાના અવાજો દબાયા હશે અને કેટલા નિર્દોષ આજે પણ પીડા ભોગવતા હશે.
પરંતુ રાજકોટ શહેરના પોલીસ બેડામાં દમખમ સાથે કરાયેલા ફેરફાર બાદ લોકોને અલબત્ત પત્રકારોને પણ થોડા દિવસ હવે સુધારો થશે તેવી આશા બંધાણી હતી.
પરંતુ આ આશા ઠગારી નીવડતી જણાય છે, કદાચ બની શકે કે પોલીસ પત્રકારોને રોજ નોંધાતા ગુનાની માહિતી મોકલતા હતા જે નહીં આપીને શહેરના લોકો સુધી શહેરની વાસ્તવિક સ્થીતી ન પહોંચવા દેવા માંગતા હોય. પરંતુ ખામાશ રહી પત્રકારત્વ કરવા કરતા નહીં કરવું વધારે સારુ માની, સત્યમંથન દ્વારા પોલીસ કમિશનર સાથે ટેલિફોનીક વાત કરી આ મામલે રજૂઆત કરી અને લોકોને પણ અવગત કરવા અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. પરંતુ સ્થિતી આજે પણ ઠેરની ઠેર છે.
આ સ્થિતીમાં પોલીસના ખરડાયેલા ભુતકાળમાં ડોકીયું કરવાની ઈચ્છા ન હોવા છતાં પણ ભવિષ્યમાં ભુતકાળ દેખાય છે. ત્યારે બરટોલ્ટ બ્રેખ્તની પંક્તિઓ યાદ આવે છે કે,
सचमुच मैं अंधेरे युग में जी रहा हूं
सीधी-सादी बात का मतलब बेवकूफी है
जो हंस रहा है, सिर्फ इसलिए कि भयानक खबरें
अभी उस तक नहीं पहुंची हैं
-बर्टोल्ट ब्रेख्त
આજ માટે બસ આટલું જ આ પ્રકારે ફરી મુલાકાત કરીશું સત્યમંથન પર નમસ્કાર….