Homeગુજરાતરાજકોટરાજકોટમાં પોલસપુત્રએ નિવૃત પોલિસના ફ્લેટ બહાર તોડફોડ કરી

રાજકોટમાં પોલસપુત્રએ નિવૃત પોલિસના ફ્લેટ બહાર તોડફોડ કરી

-

Rajkot crime news today :રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં સિરાજ એક મહિલા અને પુરુષ સાથે ધારિયું લઇને આવી જોરજોરથી ગાળો દેવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા સિરાજ વધુ ઉશ્કેરાય જઇ ફ્લેટના દરવાજા પર અને બહાર લગાડેલા સીસીટીવી કેમેરા પર ધારિયાના ઘા ફટકારી નુકસાન કર્યું હતું.

Rajkot crime news: પોલસપુત્રએ નિવૃત પોલિસના ફ્લેટ બહાર તોડફોડ કરી

Rajkot City Police ના નિવૃત્ત પોલીસમેનના ફ્લેટ બહાર તોડફોડ કરી પોલીસપુત્રે ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. શ્રોફ રોડ પર ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત પોલીસમેન અજિતસિંહ (Retired policeman Ajit Singh) નાનભા ઝાલાએ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પુત્ર સિરાજ રહીમભાઇ સામે નોંધાવેલી ફરિયાદ (lodged a complaint against police son Siraj Rahimbhai) મુજબ, સિરાજ તેના ફ્લેટે આવ્યો હતો.

તે અમારા ફ્લેટના દરવાજા સામે ઊભો રહી ડોકિયા કરી પુત્ર સામે કાતર મારી બહાર બોલાવવા ઇશારો કર્યો હતો. પુત્ર બહાર નીકળી કેમ તું કતરાય છે. તેમ પૂછતા તે જવાબ આપ્યા વગર જતો રહ્યો હતો.

વધુ વાંચો: રાજકારણીની ધમકી વાળી ફેસબુક પોસ્ટ બાદ ASI હિતેન્દ્રસિંહ થયા સસ્પેન્ડ: રાજકોટ

વધુ વાંચો: પ્રેમગઢમાં 66 CCTV કેમેરાના લોકાર્પણ સાથે 75 રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં સિરાજ એક મહિલા અને પુરુષ સાથે ધારિયું લઇને આવી જોરજોરથી ગાળો દેવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા સિરાજ વધુ ઉશ્કેરાય જઇ ફ્લેટના દરવાજા પર અને બહાર લગાડેલા સીસીટીવી કેમેરા પર ધારિયાના ઘા ફટકારી નુકસાન કર્યું હતું.

અને આજે તો તારા દીકરાને જાનથી મારી નાંખવો છેની સિરાજ ધમકી આપી નાસી ગયો હતો. સિરાજે તેનો ફ્લેટ આઠેક મહિના પહેલા કોઇને ભાડે આપ્યો હોય તે ભાડૂઆત કચરો પોતાની કચરાપેટીમાં નાંખતા હોવાથી પુત્રે સિરાજને વાત કરી હતી. ત્યારે સિરાજે ઝઘડો કર્યો હતો. જોકે, બાદમાં સમાધાન થઇ જવા છતાં ફરી ધમાલ કરી તોડફોડ કરી હતી.

Must Read