Homeગુજરાતરાજકોટપારકા કામ કરતી મહિલાને સ્પ્રે છાંટી મહિલાના સોનાના બુટીયા અને રોકડની લુંટ:...

પારકા કામ કરતી મહિલાને સ્પ્રે છાંટી મહિલાના સોનાના બુટીયા અને રોકડની લુંટ: રાજકોટ

-

Rajkot Crime News રાજકોટ : રાજકોટમાં ચીલ ઝડપ, ચોરી અને ચેઈન સ્નેચીંગ બાદ સ્પ્રે છાંટી લૂંટ ચલાવાવની ઘટના નોંધાય છે. રાજકોટના ગાયત્રીધામ પાસે વિધવા મહિલાને યુવક અને યુવતીએ રસ્તા પર આંતરી સોનાના બુટીયાની લૂંટ તેમજ રોકડ રકમ મળી 19 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને આરોપીઓ એ ઝેરી સ્પ્રે છાંટ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે ફરિયાદી મહિલા યાસ્મીનબેન બુકેરાની ફરિયાદ પરથી શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરિયાદી મહિલા યાસ્મીનબેન અબ્દુલરજાક બુકેરા ઉં. વર્ષ 42એ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાતેક વર્ષ પહેલા પતિનું અવસાન થયું છે અને હાલ પુત્રી અફસાના સાસરે છે. મહિલા પોતાના દિકરા અમન સાથે રહે છે અને પારકા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ ગત તારીખ 30 જૂનના રોજ કામ કરવા માટે વોરા સોસાયટીમાં જમીલાબેનના ઘરે જવા નિકળ્યા હતા ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી.

ગાયત્રીધામ પાસે આવેલા મનમોહન મારબલ  પાછળ આવેલા બગીચા પાસેથી યાસ્મીનબેન પસાર થઈ રહ્યાં હતા ત્યારે નંબર પ્લેટ વગરનું બાઈક આવ્યું હતું. બાઈક પર એક મહિલા અને પરુષ સવાર હતા. તેમને પહેલા તો યાસ્મીનબેનને સિનર્જી હોસ્પિટલ જવાનો રસ્તો પુછ્યો હતો. બાદમાં મહિલાએ યાસ્મીનબેનને માર મારતા તેઓ પડી ગયા હતા. ત્યારે અચાનક પુરૂષ વાહન પરથી નીચે ઉતર્યો હતો.

દરમિયાન યાસ્મીનબેને બુમો પાડવા લાગતા પેલી મહિલાએ તેમને માથાના ભાગે લાકડાથી માર્યું હતું. આમ કરી તેઓએ થેલી ઝુંટવવા પ્રયાસ કર્યો હતો પણ થેલી મુકતા નહીં હોવાના કારણે આરોપી પુરૂષે મહિલાને સ્પ્રે છાંટવા જણાવ્યું હતું. મોં પર ઝેરી સ્પ્રે છાંટતા આંખો અને મોં બળવા લાગ્યું અને યાસ્મીનબેન અર્ધબેભાન બની ગયા હતા. એ સમયે બન્નેએ મારા કાનમાંથી અડધા તોલાના સોનાના બુટીયા બળજબરી પૂર્વક કાઢી લીધા હતા.

ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી.કલમ.ની કલમ 328,394 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- રાજકોટના શાપર-વેરાવળમાં તળાવમાંથી શ્રમિક પરિવારના બે બાળકોના મૃતદેહ મળ્યા

વધુ વાંચો- સસ્તા અનાજનો લોટ દળી વેચી મારવાના કાળા કારોબારનો પર્દાફાશ: ઉપલેટા

Must Read