Homeગુજરાતરાજકોટરાજકોટમાં જાણે લૂંટની મોસમ ખૂલી; લાખોની રોકડ બાદ હવે ઈકો કારની લૂંટની...

રાજકોટમાં જાણે લૂંટની મોસમ ખૂલી; લાખોની રોકડ બાદ હવે ઈકો કારની લૂંટની ચલાવી આરોપી ફરાર

-

Rajkot News Update : થોડા દિવસથી રાજકોટમાં પોલીસ ચોપડે નોંધાતા ગંભીર ગુનાની ઘટતી સંખ્યા પરથી ક્રાઈમ રેટ (Crime Rate) ઘટતો પ્રતિત થાય છે. પરંતુ છેલ્લા ખુલ્લે આમ રસ્તા પરથી બે દિવસમાં લૂંટ (Robbery) ની ઘટનાઓ સૂચવે છે કે પોલીસનું ગુપ્તચર તંત્ર નબળુ પડી રહ્યું છે. સામાન્ય રીતે પોલીસને દારુ, જુગાર, ચોરી અને લૂંટ જેવા ગુનામાં ગુપ્ત માહિતી અને સીસીટીવી કેમેરા મદદગાર સાબીત થયા હોય છે.

બે દિવસ પહેલા જ રાજકોટમાં રાત્રિના સમયે ઓફિસેથી પરત ફરતા આંગડીયા સંચાલકને બંદૂકની અણીએ લૂંટી લેવાયો હતો. લૂંટારાઓ 19 લાખ કરતા વધારેની રોકડ સાથેની મતા લૂંટી નાસી છુટતા ચકચાર મચી હતી. ત્યાં ઈકો કારની લૂંટ થયાની ઘટના સામે આવી છે. આમ જોતા લોકોમાં ચર્ચા જાગી છે કે, રાજકોટમાં લૂંટની ઘટનાઓમાં થઇ રહેલા વધારાને જોતા લૂંટારાઓની મોસમ ખૂલી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે.

વધુ વાંચો- PI સહિત 6 પોલીસકર્મી આ કારણે થયા સસ્પેન્ડ: વડોદરા

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કલ્યાણ પાર્ક સામે ગંગા-જમના એપાર્ટમેન્ટની સામે છેલ્લા એક મહિનાથી ભાડે રહેતા યોગેશભાઈ રાજુભાઈ ધેડિયા કન્ટ્રક્શનનું કામ કરે છે. આજે તારીખ 3 સપ્ટેમ્બરની સવારે 9 વાગ્યા આસપાસ તેઓ પરાપીપળીયા ગામમાં જયેશભાઈ મંયડને ત્યાં તેમના નવા મકાન બાંધકામની સાઈટ ચાલુ હોવાથી ગયા હતા.

ત્યારબાદ તેઓ વાગુદળમાં આવેલી પોતાની બીજી સાઇટ જોવા જવા માટે જયેશભાઈ મંયડની ઇકો ગાડી લઇને જતા હતા. યોગેશભાઈ કાલાવડ રોડ પર આવેલા અવધના ઢાળીયા પાસે પહોંચ્યા હતા. આ સમયે આશરે 25થી 30 વર્ષની ઉંમરના બે મોટરસાઇકલ ચાલકોએ તેમની ગાડી રોકાવીને તેમને ઢીકા પાટુંનો માર માર્યો હતો. ત્યારબાદ બંને લૂંટારાઓ યોગેશભાઇને છરી બતાવી ધમકી આપીને ઇકો ગાડી લઇને ફરાર થઇ ગયા હતા.

વધુ વાંચો- રાજકોટમાં રાજસ્થાનના એક સ્થળ જેવું નામ ધરાવતા મહોદય રખડતા ઢોર પકડાય તો છોડવા દબાણ કરે છે ?

આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...