રાજકોટ સમાચાર : બોટાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યની પોલીસ ધડાધડ દારૂના અડ્ડાઓ પર દરોડા કરી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસે ટેકનોલોજીની મદદથી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ પર તવાઈ શરૂ કરી છે. રાજકોટ શહેર પોલીસે દેશી દારૂના વેચાણ અને ભઠ્ઠીઓ ધરાવતા શંકાસ્પદ વિસ્તાર પર ડ્રોનથી સર્વેલન્સ શરૂ કર્યું હતું. પોલીસે ડ્રોનની મદદથી કાર્યવાહી શરૂ કરતા દેશી દારૂના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શહેરના જંગ્લેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર સહિત કેટલાક વિસ્તારમાં દારૂનું ધુમ વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દારૂના અડ્ડા શોધવાનું ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરૂ કરતા દારૂના ધંધાર્થીઓમાં રીત સરનો ફફડાટ પેસી ગયો છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ડ્રાઈવમાં ક્રાઈમ બ્રાન્ચા ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તેમજ એસીપી ક્રાઈમ ડી.વી. બસિયા તેમજ SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા.

વધુ વાંચો- વૉટસન મ્યુઝિયમમાં દેશી રજવાડાના દસ્તાવેજોનું પ્રદર્શન લંબાવાયું: રાજકોટ