Homeમનોરંજનકટકી કાંડ બાદ દારૂ કાંડ ! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનું કારનામું ફરી ઝળહળી...

કટકી કાંડ બાદ દારૂ કાંડ ! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનું કારનામું ફરી ઝળહળી ઉઠ્યું

-

Rajkot City News Gujarati : કટકી કાંડ બાદ દારૂ કાંડ ! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનું કારનામું ફરી ઝળહળી ઉઠ્યું. રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત ટકાવારી કાંડના આક્ષેપ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં એક બાદ એક આરોપો સામે આવતા રાજકોટની ક્રાઈમ બ્રાન્ચ ઉજાગર થવા લાગી હતી. યેનકેન પ્રકારે બદલી અને સસ્પેન્ડના પગલા લઈ મામલો ડામી દેવાતા અન્ય આક્ષેપોની તપાસ હજુ થઈ નથી. ત્યારે ફરી એક વખત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ એ લખણ ઝળકાવ્યા છે. જેમા 394 પેટી દારૂની ગોલમાલ સામે આવી છે.

ગઈકાલે સાયલા ખાતેથી દારૂ ભરેલા ટ્રકને રાજકોટ પોલીસની હદમાં લાવી કંઈક કાળા કામ કર્યાના આક્ષેપો લાગ્યા છે. આ મામલો પ્રકાશમાં એટલે આવ્યો કે સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળતા તેઓ એ કાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ દારૂકાંડમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSI ભાવના કડછા અને  સુભાષ ગોરી, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દેવા ધરજિયા વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે મહિલા પી.એસ.આઈ. ભાવના કડછા વિરૂધ્ધ તપાસ ચાલી રહી છે.

કથિત રીતે આ કર્મીઓ એ દારૂ ભરેલા ડ્રાઈવર સાથે ટ્રકનું અપહરણ કર્યાનો ગુનો નોંધ્યાની પ્રાથમિક માહીતી મળી રહી છે. જેમાં રાજકોટના માલિયાસણ પાસે આવેલી હોટલ પર ટ્રકને રોકી દેવામાં આવી હતી. ત્યાં વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને આરોપીઓને ઝડપી લઈ તપાસ શરૂ કરી હતી. ગઈકાલનો આખો દિવસ સાયલા પોલીસ સ્ટેશન ખાતે તપાસ ચાલી હતી. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ઉંડાણ પૂર્વક માહિતી મળી રહી નથી.  

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...