Homeગુજરાતરાજકોટઈંડા ખાઈ બીલ નહીં ચૂકવવા મામલે બાળકને ઢોર માર માર્યો, આરોપી રાજકોટ...

ઈંડા ખાઈ બીલ નહીં ચૂકવવા મામલે બાળકને ઢોર માર માર્યો, આરોપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી હોવાનો આરોપ

-

રાજકોટ : રાજકોટ શહેરમાં લુખ્ખાનો આતંક આવી હેડલાઈન અખબારોમાં લગભગ દરેકે વાંચી હશે. પણ ગઈકાલે તારીખ 26 જૂનની રાત્રે જે ઘટના બની તેમાં આતંક મચાવનારા જ કથિત રીતે પોલીસ હતા. આ ઘટનાને કારણે રાજકોટની જનતા રોષે ભરાયેલી છે. કારણ કે આ આતંક મચાવનારા આરોપીઓએ ઈંડાની લારીએ પૈસા નહીં આપવાની બાબતમાં ઈંડાની લારીના માલિકના 12 વર્ષના દિકરાને ઢોર માર માર્યો છે. લારીના માલિક રજાક પિપરવાડીયાનું કહેવું છે કે, આરોપી પોલીસ કર્મચારીઓ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch)માં ફરજ બજાવે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઘટના એવી છે કે, ગત રાત્રીના 12 વાગ્યા આસપાસ હેમુ ગઢવી હોલ (Hemu Gadhvi Hall) પાછળ ઈંડાની લારી પર બબાલ થઈ હતી. રજાક નામના વ્યક્તિની માલિકીની લારી પર કેટલાક શખ્સોએ આવી તોડફોડ કરી અને તેના 12 વર્ષીય બાળકને લાકડીઓ ફટકારી હતી. પરંતુ રજાકનું કહેવું છે કે, આ ઘટના પાછળ ઈંડા ખાવા આવેલા વ્યક્તિ પાસે રૂપિયા 120ના બિલની માગણી કરી હતી તે જવાબદાર છે.

રજાક આ ઘટના બાબતે જણાવે છે કે, તેમની લાર પર ઈંડા ખાઈ રૂપિયા 120નું બીલ નહીં આપવા મામલે 8 લોકોને ધોકા સાથે ઘસી આવ્યા હતા. આ લુખ્ખાઓની જેમ ઘસી આવેલા શખ્સોએ રજાકના 12 વર્ષના દિકરાને તેમજ પોતાના માણસો અને પોતાને બેફામ રીત ફટકાર્યા હતા. સાથે જ લારીમાં પણ તોડફોડ કરી હતી. રૂપિયા 120ના બીલ બાબતે સમગ્ર બબાલ સર્જાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના દિપકમાંથી ડી.એમ. ઝાલએ ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શું મગજમારી હતી, તેનો ભાઈ જમવા આવ્યો હતો. તેના ભાઈ ગજુભા પરમારનું પણ બીલ નહીં લેવાનું કહીં અંધાધૂંધ ધોકા રેડ કરી હતી.

રાત્રીના સમયે આવી બબાલ થાય એટલે લોકો પોલીસના શરણે જતા હોય છે. પરંતુ જ્યારે પોલીસના જ કર્મચારીઓ જ આવા કાંડ કરે તો લોકો ક્યાં જશે તે મોટો સવાલ છે. આ ઘટનામાં પોલીસ જવાબદાર હોવાનો ખ્યાલ પડતા શહેરીજનો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યાં છે..

ઈંડાની લારીના માલિક રજાક પિપરવાડીયા આ મામલે જણાવે છે કે, “આવા પોલીસ અધિકારી 120 રૂપિયામાં આવું કરે છે તો પ્રજાનું શું ધ્યાન રાખી શકે.” રાજકોટ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ પાસે માગણી કરતા રજાક જમાવે છે કે, આવા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ નહીં પણ ડીસમીસ જ કરવા જોઈએ. મારી લારી બંધ કરાવી દેવામાં આવે તો પણ હું લડીશ અને સમાધાન નહીં કરું. સાથે જ રજાક પોલીસ કમિશનરે રૂબરૂ મળીને ઘટનામાં સામેલ ચારેય પોલીસ કર્મચારીના નામ સાથ ફરિયાદ કરશે તેમ જણાવ્યું છે.

વધું વાચો :ટૂંકા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં આવવું નહીં ! બોપલ પોલીસ સ્ટેશનનું તુઘલકી ફરમાન

વધું વાચો : ભાવનગરની મહિલા કોલેજમાં ભાજપની પેજ કમિટિમાં જોડાવાની નોટિસથી વિવાદ

Must Read