Homeગુજરાતરાજકોટક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા, DCP પાર્થરાજસિંહ એકશનમાં: રાજકોટ

ક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા, DCP પાર્થરાજસિંહ એકશનમાં: રાજકોટ

-

Rajkot City Crime News : ઓનલાઈન ક્રિકેટ સટ્ટા Online Cricket Betting ના જુગાર બાદ વરલી મટકાનો જુગાર પણ ઓનલાઈન થયો છે. ગતરોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે બાતમીના આધારે 4 શખ્સોને ઓનલાઈન વરલી મટકાના ગુના સબબ ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીઓ જન્નત અને ડીપી બોસ નામની ઓનલાઈન એપ્લિકેશન પર જુગાર રમતા હોવાનું ખુલ્યું છે.

Rajkot Crime news/ક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા DCP પાર્થરાજસિંહ એકશનમાં

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ Rajkot Crime Branch ના સ્ટાફને બાતમી મળતા ગઈકાલે મંગળવારે ધરમનગર શેરી નંબર 1 માં આવેલા ખોડીયાર રસના ચીચોડા પાસેથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ આ આરોપી શખ્સો મોબાઈલમાં ગુગલ ક્રોમ Google Chrome માં જન્નત નામની એપ્લિકેશનમાં વરલી મટકાનો જુગાર રમતા હતા. જેમાંના એક આરોપી પાસે એક બુક પણ હતી જેમાં તે સાંકેતીક ભાષામાં સોદાઓ લખતો હતો. તેમજ આરોપી મોબાઈલમાં વોટ્સએપ મારફતે પણ સોદા કરતા હતા તેવું પોલીસની ફરિયાદમાં જણાવાયું છે.

તાજેતરમાં જ ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં રા. લો. સંઘના પ્રતિનિધીનું નામ ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બાદમાં નવનિયુક્ત રાજકોટ ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહે જણાવ્યું હતું કે ઓનલાઈન જુગાર મામલે કડક પગલા લેવાશે. જેના કારણે ક્રિકેટના સટ્ટા રમાડતા બુકી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યાં વરલી મટકાને પણ પોલીસે ઝડપી પાડતા જુગાર પર સંકોજો કસવાની શરૂઆત થયેલી જણાય છે.

આ ઓનલાઈન વરલી મટકાના જુગાર સબબ પોલીસે આરોપી મયુર ખુશ્બા ઉં.વ. 28, ધીરજ ઝાલા ઉં.વ.33 , કમલેશભાઈ મકવાણા ઉં.વ.45 અને  ગોવિંદભાઈ સારોલા ઉં.વ.52 ને તમામ રહે રાજકોટની ધરપકડ કરી હતી.

Latest Rajkot City News Today:

સટ્ટાકાંડને લીધે મહેશ આસોદરીયાનું રાજીનામું નક્કી, ભાજપના ખાચરીયાએ કરી સ્પષ્ટતા

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...