Homeગુજરાતરાજકોટરાજકોટમાં અચરજ પમાડે તેવી છેતરપિંડીનો પર્દાફાશ કરતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ

રાજકોટમાં અચરજ પમાડે તેવી છેતરપિંડીનો પર્દાફાશ કરતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ

-

Rajkot News : રાજકોટમાં લોકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. આરોપીઓ લોકોને છેતરવા માટે અવનવા કીમીયા અજમાવે છે. આવી જ રીતે લોકોને છેતરી (Cheating)ને પૈસા પડાવતા બે વ્યક્તિઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મામલતદાર કચેરી (પૂર્વ) ખાતે સુચિત મિલ્કતને રેગ્યુલાઇઝ કરવા માટે રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલી એસ.બી.આઇ બેંક (SBI Bank)માં આવતા લોકોને જંત્રી મુજબ ચલણથી બેંકમાં ભરવાની થતી રકમ ભરવા આવતા વ્યક્તિઓને બેંકની બહાર ઉભા રાખીને બેંકના બોગસ રબ્બર સ્ટેમ્પ ચલણમાં મારીને પૈસા બેંકમાં ભરાઇ ગયા છે તેવું જણાવીને બે વ્યક્તિઓ પૈસા પડાવતા હતા.

વિડીયો- નિવૃત સૈનિકોના ધરણાનો સાતમો દિવસ: ગાંધીનગર

બંને આરોપીઓ માંથી એક આરોપી મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝથી કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરે છે અને બીજો આરોપી આગાઉ મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. બોગસ સિક્કા મારેલું ચલણ જે તે વ્યક્તિ મામલતદાર ઓફિસમાં બતાવે ત્યારે મામલતદાર ઓફિસમાંથી ટ્રેજરી ઓફિસમાં ચલણ મુજબના નાણાં ભરાઇ ગયા છે કે નહી તેનું વેરીફીકેશન પત્ર મોકલવામાં આવે તે પણ આરોપી પોતાની પાસે રહેલા બોગસ રબ્બર સ્ટેમ્પથી વેરીફાઇડ કરીને પરત મામલતદાર ઓફિસમાં મોકલતો હતો.

બોગસ સિક્કા વાળા કાગળ પરથી જે તે વ્યક્તિને મિલ્કતની સનદ અને પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવાની કાર્યવાહી થઇ શકે. આ રીતે બંને આરોપીઓ લોકોની મિલ્કતની જંત્રીના નાણાં બેંક/ ટ્રેજરી ઓફિસમાં ભરવાના બદલે પોતાની પાસે રાખીને બોગસ ચલણ અને વેરીફીકેશન કરીને ખોટા દસ્તાવેજો ઉભા કરીને લોકો અને સરકાર સાથે છતરપીંડી કરતા હતા.

ગત તારીખ 17ના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, બે વ્યક્તિઓ બહુમાળી ભવનના મુખ્ય દરવાજા પાસે બોગસ રબ્બર સ્ટેમ્પ દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળા સ્થળે પહોંચીને તપાસ કરતા અલ્પેશભાઇ મોહનભાઇ ગડીયેલ અને વિવેકભાઇ ઘનશ્યામભાઇ રાઠોડ નામના બે વ્યક્તિઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનો રબ્બર સ્ટેમ્પ અને ટ્રેજરી ઓફીસનો રબ્બર સ્ટેમ્પ તેમજ સ્ટેમ્પ પેડ તથા ચલણ વગેરે મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાણાંકીય વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા બંને ઇસમોને પકડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભીખ નથી માગતા સરકાર: ગુજરાત વર્ગ 3-4ના કર્મચારીના પરિવારજનોનું આંદોલન

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...