Homeગુજરાતરાજકોટ20 આરોપી સાથે જુગાર ધામ ઝડપી લેતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

20 આરોપી સાથે જુગાર ધામ ઝડપી લેતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

-

Rajkot City : રાજકોટના ગોંડલ રોડ પરની શિવનગર સોસાયટીના એક મકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ રાત્રિના જુગારઘામ ઝડપી પાડ્યો છે. સાંજના સમયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch)ની ટીમે દરોડો કરી જુગાર રમતા 20 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટમાં જુગાર (Gambling In Rajkot)નું ચલણ એ હદે વધી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસના ચોપડે જુગારના ગુનાની સંખ્યા વધી રહી છે. એવામાં શ્રાવણ માસના અંતિમ દિવસે ક્રાઈમ બ્રાન્ચે મકાનમાં ચાલતું જુગાર ધામ ઝડપી પાડ્યું હતું. ગતરોજ તારીખ 27 ઑગસ્ટની સાંજે 7 વાગ્યા આસપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોંડલ રોડ પરની શિવનગર સોસાયટીમાં દરોડો કરી 20 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ

  1. પ્રભાતભાઇ મોહનભાઇ મિયાત્રા ઉવ. ૫૨
  2. મેરામભાઇ કરશનભાઇ ચાવડા ઉવ. ૪૬
  3. ચંદુભાઇ ગાંડુભાઇ બાલસરા ઉવ. ૫૩
  4. પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ટાંક ઉવ. ૫૫
  5. સચિનભાઇ કીર્તીભાઇ અઢીયા ઉવ. ૪૬
  6. પ્રકાશભાઇ પ્રભાતભાઇ બાલાસરા ઉવ. ૪૦
  7. શૈલેષભાઇ દયાળભાઇ કલોલીયા ઉવ. ૫૪
  8. સંજયભાઇ વિઠ્ઠલભાઇ સરધારા ઉવ. ૩૫
  9. બટુકભાઇ ભીખુભાઇ રાઠોડ ઉવ. ૫૨
  10. ભાનુભાઇ ઉકાભાઇ ચાવડા ઉવ. ૫૫
  11. જેસીંગભાઇ ઉર્ફે જગદીશભાઇ કાનજીભાઇ ચૌહાણ ઉવ. ૫૩
  12. અર્જુનભાઇ ચમનલાલ નાગપાલ ઉવ. ૬૨
  13. યુસુફ ગુલમહમદભાઇ સોલંકી ઉવ. ૫૯
  14. પ્રવિણભાઇ ભીમજીભાઇ ધોકીયા ઉવ. ૫૪
  15. જગદીશભાઇ વજુભાઇ કલોલીયા ઉવ. ૫૦
  16. કાનજી ઉર્ફે કનુભાઇ રામજીભાઇ કતબા ઉવ. ૫૦
  17. કાંતિભાઇ ડાયાભાઇ મુંગરા ઉવ.
  18. મહેશભાઇ વાલજીભાઇ મિયાત્રા ઉવ. ૩૮
  19. અજયભાઇ કાનજીભાઇ મૈયડ ઉવ. ૩૭
  20. જીજ્ઞેશભાઇ ધીરૂભાઇ મિયાત્રા ઉવ. ૩૧

વધ વાંચો- પત્રકારોની કોઈ વિભાગ દ્વારા જાસૂસી કરવાની આ વાત રાજકોટની તો નથી જ

જુગારના આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા 2 લાખ 36 હજાર કરતા વધારેની રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં રોકડ રકમ 1 લાખ કરતા વધારેની છે. 1 લાખ કરતા વધારેની રોકડ ઉપરાંત 17 મોબાઈલ ફોનની કિંમત 71 હજાર અને 2 મોટર સાયકલની કિંમત રૂપિયા 60 હજાર આંકી પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...