Homeગુજરાતરાજકોટન્યારી ડેમ પાસેથી વિદ્યાર્થીનીના મોબાઈલ લૂંટી લેનાર આરોપી પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ન્યારી ડેમ પાસેથી વિદ્યાર્થીનીના મોબાઈલ લૂંટી લેનાર આરોપી પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

-

રાજકોટ સમાચાર : ગત 22 જૂલાઈના રોજ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ન્યારી ડેમ પાસેથી 3 વિદ્યાર્થીનીઓના મોબાઈલ હથિયાર જેવું સાધન બતાવી લૂંટી લેવાયાની ઘટના નોંધાઈ હતી. મામલાની ગંભીરતા પારખી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પણ આ તપાસમાં ઝુકાવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી યુવકની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

ગત તારીખ 22ના રોજ રાજકોટના કાલાવડ રોડ પરના આણંદપરની ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓ ન્યારી ડેમ ખાતે ગઈ હતી. ન્યારી ડેમ (Nyari Dam)થી પરત ફરતી વખતે યુવતીઓને એક શખ્સે રોકી સિલ્વર કલરની લાઈટર ગન બતાવી ત્રણેય યુવતીના મોબઈલની લૂંટ ચલાવી હતી. વિદ્યાર્થીનીઓએ આમ ઘટનાની ફરિયાદ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ હરકતમાં આવી હતી. ઘટના મામલે આજરોજ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

વધુ વાંચો- રાજકોટવાસીઓ વાહન પર આવા લખાણ લખ્યા હોય દૂર કરજો; પોલીસે યોજી સ્પેશિયલ ડ્રાઈવ

આ મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે, પકડાયેલો આરોપી રાજાસિંગ કાલીચરણ ચૌહાણ ઉંમર વર્ષ 25 રાજકોટના નાનામવા સર્કલ પાસે આરએમસી ક્વાર્ટરમાં રહે છે. આરોપી પોતે મીકેનીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે અને 4 વર્ષથી મેટોડા GIDC ખાતે ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પરંતુ ગત મહિને આરોપી નોકરી પરથી છૂટ્ટો થતા આર્થિક ભીંસમાં સપડાયો હતો. આરોપીને પૈસાની જરૂરીયાત ઉભી થતા લોકોને ડરાવી પૈસા કઢાવવાના હેતુંથી આજથી આશરે દશેક દિવસ પહેલા ફ્લીપકાર્ટ પરથી સિલ્વર કલરની લાઈટર ગન ખરીદી હતી. બાદમાં આરોપીએ વિદ્યાર્થીનીઓને આ લાઈટર ગન બતાવી મોબાઈલની લૂંટ ચલાવી.

આ કેસની તપાસમાં વાય.બી. જાડેજા તેમજ જે.વી. ધોળા અને પોલીસ ઈન્સપેક્ટર કે.ડી. પટેલ તેમજ પોલીસ હેડ કોન્સટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા, નિલેશભાઈ ડામોર, મયુરભાઈ મિયાત્રા, વિજયરાજસિંહ જાડેજા, અજયભાઈ ભુંડીયા તેમજ કોન્સટેબલ મુકેશભાઈ ડાંગર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Must Read