Sunday, May 15, 2022

કથિત ટકાવારી કાંડ બાદ CP આવ્યા મીડિયા સમક્ષ, મીડિયાને આપ્યા જવાબ

Rajkot city news Gujarati : રાજકોટ પોલીસ કમિશનર પર ટકાવારી લઈ હવાલા રાખવાના આરોપ બાદ પ્રથમ વખત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ Rajkot Police Commissioner Manoj Agarwal મીડિયા સમક્ષ આવ્યા હતા. આજરોજ પ્રેસ કોન્ફરન્સ (Press Conference) બોલાવી તેમને આ મુદ્દે નિવેદન આપ્યુ હતું. જેમાં બે દિવસથી તેઓ ક્યાં હતા, રાજકોટમાં કયા વર્ષમાં કેટલી અરજીઓ થઈ તે બાબતે ચર્ચા કરી હતી.

Rajkot CP Manoj Agarwal કથિત ટકાવારી કાંડ બાબતે મીડિયાને આપ્યા જવાબ

રાજકોટ પોલીસ કમિશનર પર ધારાસભ્ય અને સાંસદ સભ્યના ગંભિર આક્ષેપો બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આરોપ લાગ્યા બાદ પોલીસ કમિશનર મીડિયા સમક્ષ કોઈ નિવેદન નહીં કરતા પોલીસ કમિશનર ભુગર્ભમાં હોય તેવો ઘાટ રચાયો હતો. ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પણ રાજકોટ પોલીસ કમિશનર ક્યાં છે તેની જાણ નહીં હોવાનું મીડિયા સમક્ષ જણવતા હતા. ત્યારે આજે પોલીસ કમિશનર મનોજ અગ્રાવાલ મીડિયા સમક્ષ આવી આ મુદ્દે ચર્ચા કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતુ કે, તેઓ સવારે શનીવાર સવારે સાડા આઠ વાગ્યે કન્ટ્રોલ એન્ટ્રી કરી બહાર નિકળ્યા હતા. તેમજ તેઓ હાઈકોર્ટમાં પોલીસની કોઈ મેટર બાબતે ગઈકાલે એફિડેવિટ કરવાના કામ હતા.

તેમના પર લાગેલા આક્ષેપો મામલે તેઓ તપાસ ચાલુ હોય કંઈ કહેશે નહીં તેવી પણ તેમને સ્પષ્ટતા કરી હતી. તેમજ બાદમા તેમના અધિકારીઓ પર લાગેલા આક્ષેપો મામલે તેમણે જણાવ્યું હતું કે, મારા કોઈ પણ પોલીસ અધિકારી પર કોઈ પણ આક્ષેપ હશે તો ઉચ્ચ અધિકારી ટૂંકા સમયમાં તેની તપાસ કરશે. જે કંઈ પગલા લેવાના હશે તે પગલા લેવામાં આવશે.

વધુ વાંચો રાજકોટ પોલીસ કમિશનર પર હવાલા લેવાના ગંભિર આક્ષેપ લગાવતા ગોવિંદ પટેલ

રાજકોટ પોલીસને ફરિયાદીઓ તરફથી મળતી અરજીઓ બાબતે તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ 2017-18 માં પોલીસને 14 હજારથી 15 હજાર અરજીઓ, વર્ષ 2019-20માં 12 હજાર અરજીઓ અને 2021માં 10 હજાર અરજીઓ મળી છે. જેમાં ઘણી ખરી અરજીઓમાં પોલીસે ગુના પણ દાખલ કરેલા છે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...