HomeગુજરાતRMC ની કાર્યવાહી, મકાન તૂટી જતાં મહિલાઓ ચોધાર આંસુ રડતી રહી :...

RMC ની કાર્યવાહી, મકાન તૂટી જતાં મહિલાઓ ચોધાર આંસુ રડતી રહી : રાજકોટ

-

Rajkot: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot municipal corporation) દ્વારા 80 જેટલી મિલ્કતોને તોડવાની (Demolition) કામગીરી હાથ ધરાઈ હતી. મનપા એ આપેલી નોટિસના આધારે 80 જેટલા મકાન તોડી પાડતા કેટલાક લોકો બેઘર બન્યા હતા. મીડિયાના અહેવાલ પરથી માહિતી મળી છે કે મનપાના અધિકારીને મિલ્કતના માલિક બાબતે પુછવામાં આવતા તેમને મિલ્કત કોની છે તેની માહિતી જ ન હતી. જેના લીધે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મનપા દ્વારા અન્યની મિલ્કતમાં ગેરકાદેસર કબજો થયો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

રાજકોટ મનપા (RMC) દ્વારા આજે 80 મકાનો તોડી પાડવામાં આવતા લોકો બેહાલ બન્યા છે. જેમના મકાનો (house) પડ્યાં છે તેઓ કોરોના કાળમાં પરેશાનીમાં મુકાતા ચોધાર આંસુ રોતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે કોર્પોરેશને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી નથી જેથી પરેશાનીનો સામનો કરી રહ્યાં છીએ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

રાજકોટના મનપા વોર્ડ નં. 13 ના ખોડિયારનગરમાં આવેલા 80 બાંધકામો તોડતા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના કારણે પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં મનપાની ટાઉનપ્લાનિંગ શાખા, મનપાના વિજિલન્સ તેમજ શહેર પોલીસ અને પી.જી.વી.સી.એલ. પણ જોડાયું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

મનપા દ્વારા આ મકાન માલિકોને 1 વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી. બાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતને લઈ મકાન માલિકો પોતાનું ઘર બચાવવા મનપા કચેરી ખાતે પણ ગયા હતા.

Must Read