Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લામાં 15મી ઓગસ્ટે 20 અમૃત સરોવરો પર ધ્વજવંદનનું આયોજન

રાજકોટ જિલ્લામાં 15મી ઓગસ્ટે 20 અમૃત સરોવરો પર ધ્વજવંદનનું આયોજન

-

રાજકોટ સમાચાર : તા.૨૯ જુલાઈ – આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળે અમૃત સરોવરો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી આગામી ૧૫મી ઓગસ્ટે ૨૦ અમૃત સરોવરો પર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ અમૃત સરોવરો (Amrut Sarovar)ની કામગીરી અને ધ્વજવંદન કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા કલેક્ટર કચેરી (Rajkot Collector Office) ખાતે આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તથા નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને આ મિટિંગ શરૂ થઈ હતી. જેમાં વિવિધ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં જે ૨૦ અમૃત સરોવરો તૈયાર કરાઈ રહ્યાં છે, તેમાં રાજકોટ તાલુકામાં ૧૧ સરોવરો, ધોરાજીમાં બે, જસદણમાં એક, પડધરીમાં બે, ઉપલેટામાં એક, જેતપુરમાં બે, કોટડાસાંગાણીના એક અમૃત સરોવરનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીદેવ ચૌધરી તેમજ નિવાસી અધિક કલેક્ટરકેતન ઠક્કરે સૌ પ્રથમ આ તમામ સરોવરોની હાલની સ્થિતિનો ઊંડાણપૂર્વકનો તાગ મેળવ્યો હતો. આ સાથે આ સરોવરોને સંલગ્ન બાકીનાં કામો સમયસર પૂર્ણ કરવા અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ સરોવર પર થનારો ધ્વજવંદન કાર્યક્રમ ખરા અર્થમાં રાષ્ટ્રભક્તિ જાગરણનું પર્વ બની રહે, તે જોવા સૌને અપીલ કરી હતી.

વધુ વાંચો- રાજકોટમાં ધોળા દિવસે કેમરાની નજરમાંથી બાઈક ચોરીનો વિડીયો આવ્યો સામે

Must Read