Homeગુજરાતરાજકોટગ્રામ પંચાયતની ચૂંટણી માટે સંબંધિત સરકારી વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સંબંધિત સરકારી વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના

-

અતિ સંવેદનશીલ બૂથોની યાદી તૈયાર કરી તેમનું સ્થળ નિરીક્ષણ કરવા પણ સંબંધિતોને જિલ્લા કલેક્ટરએ સુચના આપી હતી. સમરસ ગ્રામ પંચાયતની યાદી સત્વરે તૈયાર…

રાજકોટ(Rajkot City News) આગામી 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની રાજ્યવ્યાપી ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજકોટ(Rajkot) જિલ્લા કલેકટર(Collector) અરુણ મહેશ બાબુના(Arun Mahesh Babu) અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર એ ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા અને ચૂંટણીના આયોજન અંગે સ્થાનિક સ્તરે બેઠક યોજી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજવા તથા તમામ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.

ajkot collector held a meeting regarding Gram Panchayat elections
Rajkot collector held a meeting regarding Gram Panchayat elections

રાજકોટ જિલ્લાના જસદણ, વિછીયા, ગોંડલ વગેરે તાલુકાઓના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની યાદી તૈયાર કરી તેમનું સ્થળ નિરીક્ષણ કરવા પણ સંબંધિતોને જિલ્લા કલેક્ટરએ સુચના આપી હતી. સમરસ ગ્રામ પંચાયતની યાદી સત્વરે તૈયાર કરવા કલેકટરએ આદેશો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, એ.સી.પી. એસ.આર ટંડેલ,પ્રાંત અધિકારીઓ સર્વ જી.વી.મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા, ડી.વાય.એસ.પી. રાકેશ દેસાઇ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Must Read