Homeગુજરાતરાજકોટરાજકોટમાં પશુને આપવામાં આવતા પ્રતિબંધિત ઈન્જેક્શન અને દવાનો જથ્થો પકડાયો

રાજકોટમાં પશુને આપવામાં આવતા પ્રતિબંધિત ઈન્જેક્શન અને દવાનો જથ્થો પકડાયો

-

રાજકોટ ન્યુઝ : રાજ્યમાં એક તરફ પશુધનમાં લમ્પી વાયરસનું જોખમ ઝળુંબે છે તો બીજી તરફ કેમિકલના નશાથી મોટા પાયે કેમિકલ કાંડ (Chemical Kand) ચર્ચામાં છે. આ તકે પોલીસ સફાળા જાગી દોડતા થયા હોય તેમ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આજરોજ રાજકોટ શહેર એસ.ઓ.જી. પોલીસ (Rajkot City SOG) દ્વારા મોટી માત્રામાં દુધાળા પશુને દૂધ આપવા લાગે તેવા કેમિકલ મિશ્રીત દવાનો અને ઈન્જેક્શનનો જથ્થો પકડી પાડ્યો છે.

રાજકોટ શહેર પોલીસ SOG એ બાતમીના આધારે શહેરના સંતકબીર રોડ પર આવેલી શ્રી શક્તિ કિરાણા ભંડાર દુકાનમાંથી મોટી માત્રામાં કેમિકલ મિશ્રિત દવા અને ઈન્જેક્શનનો જથ્થો પકડી પાડ્યો છે. SOGની ટીમે ગતરોજ તારીખ 27 જૂલાઈના રોજ દરોડો કરી આ કેમિકલના જથ્થા સાથે આરોપી આશિષભાઈ કેશુભાઈ કોટેચા ઉંમર વર્ષ 50 રહે. શ્રી રામ સોસાયટીની ધરપકડ કરી હતી.

વધુ વાંચો- 27 કરોડનો સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી તો ઓનલાઈન સટ્ટો નિકળ્યો: અમદાવાદ

rajkot SOG quantity of prohibited injection and drug was seized
પકડાયેલા દવાનો જથ્થો ડાબી તરફ અને આરોપી જમણી તરફ

આરોપીની કિરાણાની દુકાનમાંથી પોલીસે કેમિકલ યુક્ત પ્રવાહીની 99 બોટલ અને 85 વેટરનીટી સોય તેમજ 38 નંગ સીરીંઝ પણ કબ્જે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કેમિકલ મિશ્રિત ઈન્જેક્શન અને દવા પશધનને દૂધ આપે તે માટે આપવામાં આવતા હોય છે. આ દવાથી દૂધાળા પશુ વધારે માત્રામાં દૂધ આપે છે પણ તે પશુધન માટે નુકશાનકારક હોવા સાથે જ દૂધનો ઉપયોગ કરતા લોકો માટે પણ નુકશાનકારક છે. આ કાર્યવાહીમાં SOG પીએસઆઈ ડી.બી. ખેર અને એએસઆઈ વિરમભાઈ ધગલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Must Read