Homeગુજરાતરાજકોટ1-1 ગ્રામની પડીકી બનાવી MD ડ્રગ વેચાણ કરતા બે આરોપી ઝડપી પાડતી...

1-1 ગ્રામની પડીકી બનાવી MD ડ્રગ વેચાણ કરતા બે આરોપી ઝડપી પાડતી રાજકોટ SOG

-

Rajkot City SOG Police: ડ્રગની બદી રાજ્યમાં યુવાધનને બરબાદ કરવા તૈયાર છે ત્યારે ગુજરાત પોલીસ પણ ડ્રગ પેડલરોને(Rajkot Drug peddler) ઝડપી પાડવા કાર્યરત છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજકોટમાં ડ્રગ પેડલરોને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે Rajkot SOG ને હાથ ઉમંગ પટેલ અને જલાલ સૈયદને ઝડપી પાડ્યા છે.

Rajkot SOG ને મળી સફળતા

રાજકોટ એસઓજીએ(Rajkot SOG) ઝડપા પાડેલા ઉમંગ પટેલ અને જલાલ સૈયદ 1-1 ગ્રામની પડીકીઓ બનાવી બંધાણીને વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ રૂપિયા 2500-3000માં એક ગ્રામની પડીકીનું વેચાણ કરતા હતા.

પોલીસે આરોપી પાસેથી રૂપિયા 40 હજારની કિંમતનું 4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ, 1 દારૂની બોટલ અને ઈલેક્ટ્રિક બેટરી સંચાલીત 3 વજન કાંટા અને પ્લાસ્ટિકની વેક્યુમ વાળી 10 પડકી તેમજ આઈફોન સહિત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં SOG દ્વારા બાતમી મળતા યુનિવર્સિટી રોડ પરથી ભગતસિંહજી ગાર્ડન પાસેના ગુજરાત હાઉસિંગના ક્વાર્ટરમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આરોપી ઉમંગ ગોવિંદભાઈ ભૂત અને ફૂટનો વેપારી જલાલ તાલબ કાદરી પાસેથી પોલીસે ડ્રગ અને દારૂની બોટલ કબ્જે કરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....