Homeગુજરાતરાજકોટરાજકોટ શહેર SOGએ એમડી ડ્રગ સાથે 4 આરોપી ઝડપી પાડ્યા

રાજકોટ શહેર SOGએ એમડી ડ્રગ સાથે 4 આરોપી ઝડપી પાડ્યા

-

Rajkot News : રાજકોટમાં ડ્રગના જથ્થા સાથે શહેર SOG પોલીસે 4 આરોપી ઝડપી પાડ્યા છે. પોલીસે સતત બીજા દિવસે કેફી પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. SOG (Rajkot City SOG Police)એ શહેરના ભગવતીપરા શેરી નંબર 5 નજીક આશાબાપીરની દરગાહ પાસેથી મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી.

રાજકોટ શહેર SOG દ્વારા ભગવતીપરા શેરી નંબર 5 માં આવેલી દરગાહ નજીકના જાહેર શૌચાલય પાસેથી 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 2.38 લાખની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓમાં 3 મૂળ મધ્યપ્રદેશના વતની અને એક રાજકોટનો હોવાનું ખુલ્યું છે.

વિડીયો- વિધાનસભામાં ધારાસભ્ય આવું કરવા જાય છે ? જૂઓ વિડીયો

પોલીસે ઝડપી પાડેલા 4 આરોપીના નામ રાજકોટનો ટીપુ સુલતાન રફીક શેખ અને મધ્યપ્રદેશના ફારૂક ફીરોજખાન પઠાણ, જાવેદ હમીદખાન પઠાણ તેમજ આમીર ઈલ્યાસખાન હોવાનું જણાવાયું છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગનો જથ્થો તેમજ 3 મોબાઈલ ફોન કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- પંચાયતની સામાન્ય સભામાં મહિલા સરપંચને સહી સિક્કા નહી કરતા હત્યાની ધમકી: ગીર સોમનાથ

ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારના રોજ રાજકોટ શહેરની ભાગોળે પોલીસે વાહન ચેકિંગ સમયે પોષ ડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્શ નાસી છુટતા તેની શોધખોળ ચાલી રહી છે. જેમાં ખુલ્યું હતું કે, પોલીસની આંખમાં ધુળ નાખવા આરોપીઓએ ખોટી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસ તપાસમાં આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લાના હાથમા ગામનો થાનારામ દેરાજરામ મેઘવાળ હોવાની વિગતો સામે આવી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...