Homeગુજરાતરાજકોટગાર્બેજ ટ્રાન્સપોર્ટ સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

ગાર્બેજ ટ્રાન્સપોર્ટ સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

-

રાજકોટ(Rajkot City News) તા.૨૮ મ્યુનિ. કમિશનર(Commissioner) અમિત અરોરાએ(Amit Arora) આગામી સમયમાં દિવાળી તહેવારના અનુસંધાને રાજકોટ(Rajkot) શહેરમાં ગાર્બેજ કલેક્શનમાં(Garbage Transport Station) નોંધપાત્ર વધારો જોવા મળી હતો જેથી પોતે સાઇટ નિરિક્ષણ કરી કેવીરીતે શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું રાખવામાં આવે જે બાબતે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને સતત સ્વચ્છતાને લગતી કામગીરી કરવાનું સુચન કર્યું હતું.

આજે રોજ મ્યુનિ. કમિશનર( Commissioner) અમિત અરોરાએ રૈયા ગાર્બેજ ટ્રાન્સપોર્ટ સ્ટેશનની મુલાકાત કરી હતી ત્યારબાદ સાધુવાસવાણી / ગુરુજીનગર હોકર્સ ઝોન અને પુષ્કરધામ હોકર્સ ઝોન – ફૂડ ઝોનની પણ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી હતી.

Rajkot RMC Commissioner Amit Arora visiting the Garbage Transport Station
Rajkot RMC Commissioner Amit Arora visiting the Garbage Transport Station

        મ્યુનિ. કમિશનરએ વિઝિટ દરમ્યાન રૈયા ગાર્બેજ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે દિવાળી તહેવાર નિમિત્તે શહેરમાં વધી રહેલા ગાર્બેજ કલેક્શન માટેના નિકાલની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી તેમજ પુષ્કરધામ અને સાધુવાસવાણી હોકર્સ ઝોન ખાતે હોકર્સ ઝોનની બહાર ઉભા રહેલા ધંધાર્થીઓનું દબાણ દુર કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.

        મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે આસી. કમિશનર એચ. કે. કગથરા, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, એન્ક્રોચમેન્ટ ઓફિસ કેપ્ટન પરબત બારીયા, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના વધુ સમાચાર – આંગણવાડીમાં કિશોરીઓ માટે પૂર્ણા શકિત પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Must Read