Homeગુજરાતરાજકોટવ્યાજખોરીના ત્રાસની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરતી રાજકોટ પોલીસ

વ્યાજખોરીના ત્રાસની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરતી રાજકોટ પોલીસ

-

Rajkot City news Gujarati રાજકોટ : રાજકોટ શહેરમાં વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધા વિરુધ્ધ પોલીસે અગાઉ પણ ઝુંબેશો ચલાવી છે. છતાં આજદિન સુધી વ્યાજખોરોનો ત્રાસ બંધ થયો નથી. ગેરકાયદેસર illegal રીતે નાણા ધીરનારાઓ ઉંચા વ્યાજે જરૂરીયાતમંદની મજબૂરી પ્રમાણે નાણા ધીરતા હોય છે. આ સમયે તેઓ વ્યાજે લેનારની મિલ્કત કે કોઈ ગેરેન્ટીનું લખાણ કરી લેતા હોય છે.

Rajkot News Gujarati/વ્યાજખોરીના ત્રાસની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરતી પોલીસ

વ્યાજખોરો શહેરમાં લોકોને કાયદેસર રીતે લુંટતા હોય તેમ વ્યાજ અને પઠાણી ઉઘરાણી કરતા હોય છે. આ પ્રવૃતિમાં સંકળાયેલા ઈસમ નાણા ધીરવા માટે મોટા માથાના પણ પૈસા લેતા હોય તેમ સુત્રો જણાવે છે. ઉંચા વ્યાજે આપેલા નાણા ચૂકવી દિધા બાદ પણ આ વ્યાજ માફિયાઓ લોકો પાસે જબરદસ્તી નાણાની માગણી કરતા હોય છે. પરિણામે દબાણ વશ થઈ પાયમાલ પીડિત હિજરત કરે અથવા અંતિમ પગલા તરફ પ્રયાણ કરે તેવી સ્થિતી થતી હોય છે.

પરંતુ રાજકોટ પોલીસે સરાહનીય કાર્ય કરતા આવી ગેરકાનૂની પ્રવૃતિ ડામવા કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા સુચના આપવામાં આવેલ હોય જે સુચના અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ ની કચેરી દ્વારા વ્યાજખોરી અંગે એક હેલ્પ લાઇન નંબર- ૭૦૧૬૮૦૮૨૪૪ કે જેમાં વ્યાજખોરીને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો નિર્ભયપણે વોટસએપ દ્વારા અરજી મોકલી શકે છે.

સાથે જ આ અરજીમાં અરજદારે પોતાનો મોબાઈનંબર લખવાનો રહેશે. તેમજ અરજદાર રાજકોટ કમિશનર ક્રાઈમની કચેરી ખાતે રજાના દિવસ સિવાય રૂબરૂ રજુઆત પણ કરી શકે છે.

Read More news Gujarati:

હિંમતનગરમાં તંગદિલી બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એકશનમાં, કર્યો મોટો નિર્ણય

પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડવા થયા મોકળા, હાર્દિકની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

Must Read