Homeતંત્રી લેખકમિશન કાંડનો રિપોર્ટ ગુપ્ત ! રાજકોટ પોલીસ પર લાગેલા અન્ય આક્ષેપોની તપાસ...

કમિશન કાંડનો રિપોર્ટ ગુપ્ત ! રાજકોટ પોલીસ પર લાગેલા અન્ય આક્ષેપોની તપાસ ક્યારે ? રમુજ ફેલાઈ, પાર્ટી ફંડ આપો ત્યારે ?

-

Rajkot City News Gujarati: રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ IPS Manoj Agarwal અને તેમની ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પર કથિત રીતે કમિશન, તોડ જેવા ગંભિર આક્ષેપો Allegation લાગ્યા હતા. બાદમાં તપાસ વિકાસ સહાયને સોંપવામાં આવી હતી. જે મામલે આજે એક મીડિયાને તેમને જણાવ્યું છે કે રિપોર્ટ ખુબ ગુપ્ત છે અને DG ને સોંપી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે હાલ રાજકોટ પોલીસ કમિશનરની સિંગલ ઓર્ડરથી બદલી Rajkot Police Commissioner Transfer કરી દેવાઈ છે. જે બદલીને સજા તરીકે જોવામાં આવી રહી છે.

નેતા ન હોત તો આજે પણ આટાંફેરા કરતા હોત

રાજકોટમાં સખિયા બંધુના કથિત 75 લાખના આક્ષેપ બાદ ગુજરાત પોલીસ વિભાગ Gujarat Police સહિત સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. ખરેખર આ ખળભળાટ સખિયા બંધુના આક્ષેપ કરતા વધારે ધારાસભ્ય ગોવિંદ પટેલ MLA Govind Patel અને રાજ્યસભા સાંસદ રામ મોકરીયા MP Ram Mokariya દ્વારા કરાયેલા આક્ષેપના કારણે મચ્યો હતો. સત્તા પક્ષના જ નેતા સત્તા પર આક્ષેપ કરે ત્યારે સ્વાભાવિક મામલો ગરમ થવાનો જ. જો આ બંને નેતાઓ ન હોત તો કદાચ સખિયા બંધુ આજે પણ કચેરીના આંટાફેરા કરી રહ્યા હોત.

ગૃહમંત્રીના બદલે ઈન્દ્રનીલે લોકદરબાર યોજ્યો

સખિયા બંધુ સિવાય અન્ય કેટલાક પીડિતોએ પણ રાજકોટ પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગૃહરાજ્ય મંત્રી સંઘવી લોકદરબાર કરી ફરિયાદો ન સાંભળી શક્યા ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ લોકદરબાર બોલાવ્યો હતો. આ લોકદરબારમાં 50 કરતા વધારે પીડિતો ઉમટી પડ્યા હતા. તેમાં કેટલાક પીડિતો પોલીસથી પીડિત હોવા સાથે ભાજપના અમુક નેતાથી પીડિત હતા. ત્યારે પોલીસ અને કમિશનર સહિત થયેલા દરેક આક્ષેપોની તપાસ કરવી જરૂરી બની જાય છે.

ભાજપને ફંડ આપેલ હોય કાર્યવાહી કરાઈ

માત્ર સખિયા બંધુના આક્ષેપોની જ તપાસ થવાના કારણે શહેરમાં ચર્ચા એ જોર પકડ્યું છે કે, સખિયા દ્વારા ભાજપને મોટું ફંડ આપવામાં આવતુ હશે, કેટલાક તો એવી પણ ચર્ચા કરે છે કે સખિય બંધુ એ અગાઉ આપેલા ફંડ બતાવીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ત્યારે કાર્યવાહી થઈ છે. શહેરમાં રમૂજ પણ પ્રસરી રહી છે કે, રાજકોટમાં તમામ પીડિતો એક સાથે મળી ભાજપને ફંડ આપી દેવું જોઈએ અને સસ્તામાં સોદો પાર પાડવો જોઈએ જેથી ફટાફટ કાર્યવાહીનો લાભ મળે. આ વાત સત્યની નજીક નથી એવું પણ ન કહી શકાય કારણ કે, તાજેતરમાં જ સુરતના વેપારીઓ પાસે ભાડા વસુલાતની ઘટનાના અહેવાલો સામે આવ્યા હતા, જેમાં પણ પાર્ટી ફંડ માગ્યાના મેસેજ કર્યાના આક્ષેપ છે.

Rajkot Police કમિશન કાંડનો રિપોર્ટ ગુપ્ત ! અન્ય આક્ષેપોની તપાસ ક્યારે ?

સારૂ જે હોય તે પણ આપણે શહેરીજનોના દુઃખના ભાગીદાર ન બની શક્યા તો હવે રમૂજના હિસ્સેદાર પણ ન બની ખરી વાત પર આવીએ. ખરેખર રાજકોટમાં તપાસ માટે એક આખી કમિટિની રચના કરવી પડે એટલી સંખ્યમાં ગંભીર આક્ષેપો થયા છે પણ લોકો કહે છે તેમ ‘સરકાર સરકસ કરવામાંથી નવરાસ મેળવે ત્યારે લોક કલ્યાણ થાય’ તેવો ઘાટ જોવા મળે છે. કારણ કે, આજ સુધી માત્ર સખિયા બંધુના મામલે જ તપાસ કરવાના આદેશ કરી ભીનું સંકેલાઈ ગયું છે.

રૂપાણીએ અન્ય આક્ષેપોમાં પણ સ્વચ્છ સાબિત થવુ જોઈએ

ત્યારે બીજી તરફ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાને કથિત 500 કરોડના જમીન ગોટાળા મામલે બદનક્ષીની નોટિસ મોકલી છે. એમની પણ વાત સાચી છે ખોટી વાતો ફેલવવા કાર્યવાહી થવી જ જોઈએ પણ એ દરેક જગ્યાએ થવી જોઈએ. દેશમાં સમાનતાનો અધિકાર છે તો દરેક નાગરિકને સમાન રીતે જ ન્યાય આપવા નેતાઓએ કામ કરવું જોઈએ. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અન્ય આક્ષેપો મામલે પણ સ્વચ્છ સાબિત થવું જોઈએ.

Must Read