Homeગુજરાતરાજકોટસુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ ખાતે કૃષિ, બાગાયત,પશુપાલન સહકાર વિભાગ દ્વારા વિવિધ લાભાર્થીઓની યોજના

સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ ખાતે કૃષિ, બાગાયત,પશુપાલન સહકાર વિભાગ દ્વારા વિવિધ લાભાર્થીઓની યોજના

-

 રાજકોટ ખાતે  કૃષિ, બાગાયત,પશુપાલન સહકાર વિભાગ દ્વારા  વિવિધ લાભાર્થીઓને યોજનાકીય રૂા. ૬૫ લાખથી વધુ રકમના સહાય-મંજુરીપત્રો વિતરણ કરાયા

“આધુનિક ટેકનીક, પોષણક્ષમ ભાવો અને વિવિધ સહાયકારી યોજના થકી ખેડુતો આવક બમણી કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ”

Rajkot city news under the celebration of Good Governance Day
Rajkot city news under the celebration of Good Governance Day

શ્રી બાબુભાઇ ધોડાસરા

                                             ચેરમેન, બીનઅનામત વર્ગ આર્થીક વિકાસ નિગમ

રાજકોટ તા.૨૮ ડીસેમ્બરઃ- પુર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી બાજપાઇજીના જન્મદિવસ નિમિત્તે ૨૫મી ડીસેમ્બરથી ૩૧ ડીસેમ્બર સુધી રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ લાભાર્થીને ઘરઆંગણે અને સુચારૂ રીતે પહોંચતા કરી લાભાન્વીત કરાઇ રહયા છે.

Rajkot city news under the celebration of Good Governance Day
Rajkot city news under the celebration of Good Governance Day

આજરોજ રાજકોટ સ્થીત શ્રી અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે રાજયના કૃષિ, બાગાયત, પશુ પાલન, મત્સ્ય અને સહકારીતા વિભાગના ઉપક્રમે સુશાસન દિવસના ચોથા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને કુલ રૂા. ૬૫ લાખ ૬૪ હજારથી વધુ રકમની સહાયના ચેકો/મંજુરી પત્રો ગુજરાત રાજય બીન અનામતવર્ગ આર્થીક વિકાસ નિગમના ચેરમેનશ્રી બાબુભાઇ ધોડાસરા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા.       

Rajkot city news under the celebration of Good Governance Day
Rajkot city news under the celebration of Good Governance Day

        ચેરમેનશ્રી બાબુભાઇ ધોડાસરાએ આ તકે હાલના વર્તમાન સમયમાં ખેતીની ટુંકી જમીનો અને ખેતી ખર્ચને ધ્યાને લઇને પ્રાકૃતિક જૈવિક ખેતી પધ્ધતી, ડ્રિપ ઇરીગેશન, યાંત્રીકીકરણ અને આધુનિક ખેતીની ટેકનીકોનું સમાયેાજન કરી ખેતીને વધુ ઉત્પાદકતા અને ગુણવત્તાયુકત સાથે નફાકારક બનાવવી જરૂરી હોવાનું જણાવી માત્ર કૃષિ નહીં પણ સાથે સાથે પશુપાલન, ઉત્પાદનના મૂલ્યવર્ધન અને યોગ્ય માર્કેટીંગ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા પર ઉપસ્થિત ખેડુતોને અનુરોધ કર્યો હતો.  તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કૃષિના વિકાસ સાથે ગામિણ અર્થતત્રને મજબુત બનાવવા અને ગામડાને તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી સમૃધ્ધ બનાવવા કરાયેલા કાર્યોની વિગતો આપી આગામી ૨૦૨૨માં ખેડુતો આવક બમણી કરવાના તેઓના સંકલ્પને પરિપૂર્ણ કરવા સોને સાથે મળી સહિયારા પ્રયાસો કરવા અપીલ કરી હતી.

Rajkot city news under the celebration of Good Governance Day
Rajkot city news under the celebration of Good Governance Day

        આ પસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ પ્રાકૃતિક  ખેતી  અપનાવવા તથા ખેતિને ઉદ્યોગની માફક આયોજનબધ્ધ રીતે કરવા રાસાયણીક ખાતરો અને જતુનાશકોના બીનજરુરી ઉપયેાગ ટાળવા અને ખેતી ખર્ચ

ઘટાડવા પર ભાર મૂકતા જૈવિક ખેતી અને આધુનીક ટેકનોલોજીયુકત વૈજ્ઞાનિક પધ્ધતી અપનાવવા જણાવ્યું હતું. તેઓએ વધુમાં રાજય સરકાર દ્વારા ખેડુત કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપી ઓનલાઇન અરજી દ્વારા ધરબેઠા સહાય ઉપલબ્ધ કરાવવાની રાજય સરકારની પહેલને બીરદાવી હતી.

        ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે ખેતીમાં બીનજરૂરી ખર્ચ અને પાણીના વેડફાટને અટકાવવા ડ્રીપ ઇરીગેશન અપનાવવા તથા “પર ડ્રોપ મોર ક્રોપ” ના સુત્રને અપનાવી આવક વધારવા તથા ઉત્પાદનને સરકારી યોજનાઓના લાભ મેળવી મુલ્યવર્ધન કરી પોતાની બ્રાંડ નેમ સાથે માર્કેટીગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Rajkot city news under the celebration of Good Governance Day
Rajkot city news under the celebration of Good Governance Day

        આ તકે રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો સર્વશ્રી ચતુરભાઇ કલોલા અને ઉપેન્દ્રભાઇ નાથાણી કે જએાએ હળદરની ખેતિ ને અપનાવી પોતાના ઉત્પાદનને બ્રાંડ નેમ સાથે કેનેડા સુધી માર્કેટીંગ કરી મેળવેલ આવકના સ્વાનુભવોને ઉપસ્થિત સૌ સમક્ષ વર્ણવ્યા હતા.

         ઉલ્લેખનીય છે કે સુશાસન સપ્તાહ દરમિયાન રાજયના કૃષિ, બાગાયત, પશુપાલન, સહકાર અને આત્મા વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ૮૪૬૨ લાભાર્થીઓને કુલ રૂપીયા ૬ કરોડ સાત લાખથી વધુ રકમ સાધન સહાય પેટે ચુકવાઇ છે.

Rajkot city news under the celebration of Good Governance Day
Rajkot city news under the celebration of Good Governance Day

 જે પૈકી આજરોજ ઉપસ્થિત મહાનુભાવો હસ્તે સીમબાયોટીક બાયોલોજીકલ લેબોરેટરી માટે લાભાર્થી શ્વેતાબેન કોઠારીયાને રુા. ૫૮ લાખ ૫૦ હજારની સહાય સહિત સ્માર્ટફોન ખરીદી સહાય, ટીસ્યુકલ્ચર ખારેક માટે રૂા. ૧.૨૫ લાખની સહાય, ડ્રેગન ફ્રુટ વાવેતર માટે પણ રૂા. ૧.૨૫ લાખની સહાય ઉપરાંત પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતો ગાયો ના નીભાવ માટેની સહાય, ઉત્પાદનના રાખરખાવ માટે ગોડાઉન માટે કેપીટલ સહાય, ટ્રેકટર અને આધુનીક સાધનનો માજ્ઞટેની સહાય મળી કુલ ૬૫ લાખ ૬૪ હજારથી વધુ રકમના સહાય ચકો /મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવચૌધરી, જિલ્લા પંચાયતના સહકાર સમીતીના ચેરમેનશ્રી જેન્તીભાઇ બરોસીયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી મનીષભાઇ ચાંગેલા, આત્મા પ્રોજેકેટ ડાયરેકટર શ્રી વિ.પી.કોરાટ, જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી આર.આર. ટીલવા, નાયબ પશુપાલન નિયામકશ્રી કે.યુ.ખાનપરા, નાયબ બાગયત નિયામકશ્રી જી.કે. કાતરીયા સહિત ખેતીવાડી, સહકાર અને પશુપાલન તથા સહકાર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટીસંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.          

Must Read