Homeગુજરાતરાજકોટકલેકટરના હસ્તે એલ.જી.બી.ટી. તાલીમાર્થીઓને તાલીમ પત્ર એનાયત કરાયા

કલેકટરના હસ્તે એલ.જી.બી.ટી. તાલીમાર્થીઓને તાલીમ પત્ર એનાયત કરાયા

-

Rajkot City News રાજકોટ. રાજકોટ(Rajkot) જિલ્લા કલેકટર(Collector) અરુણ મહેશ બાબુના(Arun Mahesh Babu) હસ્તે એલ.જી.બી.ટી.(LGBT) સમુદાયના ૧૧ તાલીમાર્થીઓને ccc તાલીમના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ડિસ્ટ્રિક્ટ સ્કીલ કમિટી, રાજકોટ અને આઈ.એમ. સી. ઓફ આઈ.ટી.આઈ(ITI) રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૧૧ તાલીમાર્થીઓને તાલીમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

૨૩ નવેમ્બર થી ૨૦ ઓક્ટોબર-૨૦૨૧ દરમિયાન કુલ ૧૫ તાલીમાર્થીઓને સી.સી.સી.ના થીયરી અને પ્રેક્ટીકલની તાલીમ આપવામાં આવી હતી, જે પૈકી ૧૧ તાલીમાર્થીઓએ તાલીમ સફળતા- પૂર્વક પૂર્ણ કરી હતી. આ તમામને કલેકટરએ તાલીમ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot City News – LGBT Training letters were handed over to the trainees by the Rajkot Collector – Arun Mahesh Babu

આ કાર્યક્રમમાં લક્ષ્ય ટ્રસ્ટના પ્રતિનિધિ ક્રિષ્ના લીલા પટેલ, આઇ.એમ.સી. ઓફ આઇ.ટી.આઇ,રાજકોટના પ્રતિનિધિ મનહર પારેખ, ગોંડલ આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ આર.એસ. ત્રિવેદી, ડીઝેબલ આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલ માનસી તેરૈયા, મહાત્મા ગાંધી નેશનલ ફલો હિરલ ચંદ્ર મારુ, આઇ.ટી.આઇ. રાજકોટના આસિસ્ટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝર એમ.ડી.મુંઝાણી તથા સહદેવ સિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગિયાર તાલીમાર્થીઓમાંથી નવ તાલીમાર્થીઓને લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા રોજગારી આપવામાં આવશે અને બાકીના બે તાલીમાર્થી ઓને કલેકટર કચેરી રાજકોટમાં રોજગારી આપવા માટે કલેક્ટર રાજકોટ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે.|||

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot City News – LGBT Training letters were handed over to the trainees by the Rajkot Collector – Arun Mahesh Babu

Must Read