Homeગુજરાતરાજકોટપાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ જીવન ટુંકાવ્યું, મોટા માથાઓ સામે છે આક્ષેપ

પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ જીવન ટુંકાવ્યું, મોટા માથાઓ સામે છે આક્ષેપ

-

Rajkot City News, આજના તાજા સમાચાર ગુજરાત : રાજકોટના જાણીતા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ Mahendra Faldu વકિલ અને બિલ્ડર તરીકે પણ ખ્યાતિ ધરાવે છે, જેમને આજરોજ મંગળવારે દવા પી આત્મહત્યા Suicide કરી છે. મહેન્દ્ર ફળદુના જીવન ટૂંકવવા પાછળ કેટલાક ચોકાવનારા કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પોલીસ આ બાબતે જો નક્કર કાર્યવાહી કરી તપાસ કરે તો કેટલાક મોટા માથાને જેલના સળીયા ગણવા પડે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.

મહેન્દ્ર પટેલના અંતિમ પગલાના અહેવાલ બાદ પાટીદાર સમાજમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. મહેન્દ્ર પટેલ પાટીદાર સમાજના મોટા આગેવાનોમાં સ્થાન ધરાવતા હતા. સાથે જ રાજકોટ શહેરમાં પાટીદારોનો ક્લબ યુવીના Club UV તેઓ સ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર પણ હતા. ઉપરાંત તેઓ સરદારધામના Sardardham ટ્રસ્ટી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના સેક્રેટરીની ફરજ પર નિભાવતા હતા. ઉમીયા માતાજી મંદિર સિદસરમાં પણ તેઓ ધ્વજા રોહણ સમિતિના ચેરમેન હતા અને મંદિરના કારોબારી સમિતિના સદસ્ય પણ હતા. 

મહેન્દ્ર પટેલ પાટીદાર સમાજની લગભગ સંસ્થાઓ સાથ જોડાયેલા હતા. જેમાં વીવાયઓ- શ્રીનાથ ધામ હવેલીમાં પ્રમુખ, ફીલ્ડ માર્શલ વાડી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ જેવી સંસ્થાઓમાં પણ સેવાઓ આપી ચુક્યા છે. ગુજરાત બાર એસોશીએશન અમદાવાદના ઉપ પ્રમુખ તથા શરાફી સહકારી મંડળીઓના ફેડરેશનના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા અનેક એનજીઓ, સહકારી સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓમાં ફરજ બજાવતા હતા.  

મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કર્યા પહેલા જ એક કથિત અંતિમચિઠ્ઠી લખી રાખી હતી. આ ચીઠ્ઠી તેમને દરેક અખબારને મોકલી હતી અને બાદમાં 150 ફુટ રિંગરોડ પર નક્ષત્ર બિલ્ડીંગ ખાતે આવેલી તેમની ઓફિસમાં જ ઝેરી દવા પીધી હતી, બાદમાં તેમણે ગળા ફાંસો પણ ખાધો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ તેમના મિત્રો સહિતના સ્નેહીઓ દોડી ગયા હતા.

તેમની કથિત અંતિમ ચિઠ્ઠી પરથી માહિતી મળે છે કે, તેમની આત્મહત્યા પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર છે, આ ચીઠ્ઠીમાં તેમને કંપનીના ડિરેક્ટર્સ દ્વારા કેવા પરેશાન કરવામાં આવ્યા તે જણાવાયું છે. સાથે જ તેમને માતબાર રકમ 33 કરોડની મિલકતના દસ્તાવેજ નહીં કરી આપતા હોવાનું પણ લખેલું છે. સાથે જ તેમની સાથે રૂપિયા ખંખેરી કંપનીએ ડિરેક્ટર્સે પોતાની વગથી ધમકાવવા અને ડરાવવાના પણ પ્રયાસ કર્યાના આક્ષેપ ચીઠ્ઠીમાં જોવા મળે છે.

આજના તાજા સમાચાર ગુજરાત – પાટીદાર અગ્રણી મહેન્દ્ર પટેલનો આપઘાત

તેમની મળેલી ચિઠ્ઠીમાં છે કે,

rajkot city news club uv director mahendra faldu suicide news in gujarati live today
મૃતક મહેન્દ્ર પટેલે લખેલી કથિત ચિઠ્ઠી

રાજકોટના બિલ્ડર એમ એમ પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશકુમાર કાંતિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતિલાલ પટેલે સાથે મળી અમદાવાદના બાવળા તાલુકાના બાણદાણામાં અંદાજે પાંચેક લાખ વાર જગ્યા ધ તસ્કની બીચ સીટી નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. તેમાં મહેન્દ્ર ફળદુએ પોતાના, પોતાના સગા સંબંધીઓના નામે અંદાજે 48000-00 ચોરસવાર આ. જમીન વર્ષ 2007 માં બુક કરાવી હતી, જેતે રીતે તેના નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ, શૈલેષ કેશવલાલ ફળદુ, તેમના સગા કાકા વિજયકાંત ફળદુ સહિતના અન્ય લોકોએ અંદાજીત 1 લાખવાર જગ્યા મહેન્દ્રભાઈ મારફતે બુક કરાવી અને તેનું પેમેન્ટ 2007માં કરી દીધું હતું. આ રકમ અંદાજે ત્રણ કરોડથી વધુની થવા જાય છે. તે રૂપિયા કંપનીમાં વર્ષ 2007માં જમા કરાવી હતી. જેમાંથી રોકડ વ્યવહાર અલગ છે.

આ મામલે કંપનીના ભાગીદારો સાથે ઘમા સમયથી વાદ-વિવાદ ચાલતા હતા. કંપની વતી બુકીંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા, તેઓએ રોકાણકારોને યોગ્ય રકમ, મધ્યસ્થી કહે તેવી રકમ કંપનીને ચુકવી હિસાબ પૂર્ણ કરવા પ્રયત્ન કરતા હતા. વિકલ્પે બુકિંગ સમયે કંપનીએ કહ્યું કે ડેવલપમેન્ટ સાથેની જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા માટે કંપનીને તથા તેના ડાયરેક્ટર્સને ખુબ વિનંતી કરી હતી પરંતુ તેમાં મહેન્દ્ર ફળદુને કોઈ સફળતા મળી નહીં. કંપનીના ડાયરેક્ટર્સે સમાધાનને બદલે અવારનવાર ધમકીઓ આપતા, એમ એમ પટેલ અને તેમના પુત્ર યતીન સુરેજા, અતુલ મહેતાએ આ મામલે ખોટા કારણો ઊભા કરી પોલીસ ફરિયાદો પણ કરી હોવાની વિગતો મળી રહી છે અને આમ કરતાં બિલ્ડર રોકાણકારો ઉપર પોલીસ મારફતે ધમકીઓ આપતા હોવા અને કંપનીના ડાયરેક્ટર્સ વિશેષમાં એવું પણ કહેતા કે અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે, મંત્રીઓ અમારા ભાગીદાર છે, રાજકીય આગેવાનો, સાંસદ સભ્યો અમારી જગ્યામાં ઓફીસમાં બેસે છે અને તેમના કાર્યાલયો પર અમારી જગ્યામાં છે. તે અમારા માણસો છે અમારું કોઈ કાંઈ કરી લેશે નહીં. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અમારે ત્યાં આવે છે. સારો ઘરોબો છે અને અમારે લગ્નમાં અને અલગ અલગ ફંક્શનોમાં બોલાવાનો, મળવાનો સંબંધો જમાવી તેમના નામે અમને સતત ધમકીઓ આપતા રહે છે. આમ કરી માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજો નહીં કરી આપતા હોવાનું જાણવા મળ્યું છે.

ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટર્સએ જમીનના દસ્તાવેજો ન કરીને આપવા પડે તે માટે મહેન્દ્ર ફળદુ તથા તેમના જેવા રોકાણકારોને ખુબ જ આર્થિક, શારીરીક, માનસિક ત્રાસ આપી રહ્યા છે, રોકાણકારોની મોટી રકમોનું રોકાણ હોવાથી ઉકેલ લાવવાનો ઘણો મુશ્કેલ હતો. કંપનીના ડાયરેકટર્સના કારણે મહેન્દ્ર ફળદુની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે., મહેન્દ્રભાઈ કે. ફળદુ મારફતે બુકીંગ કરાવેલા લોકોને કંપની વતી મહેન્દ્ર ફળદુએ નાણા ચુકવ્યા છે તેમ છત્તાં કંપની અને તેના ડાયરેક્ટર્સ નીંભર થઈને રકમ ચુકવા નથી કે કોઈ જવાબ આપતા નથી, કંપની અને તેના ડાયરેક્ટર્સના આવા વ્યવહારોને કારણે બુકીંગ કરનારાઓ પૈકી ત્રણથી ચાર જમા અવસાન પામ્યા છે તેની ચુકવણી માટે પણ કંપની અને તેના ડાયરેક્ટર્સ પાસે પૈસા ચુકવવા વિનંતી કરી છત્તાં કંપની અને તેના ડાયરેક્ટર્સે રકમ ચુકવી નથી કે તેમના અંતિમ ધાર્મિક વિધીમાં પણ રકમ ચુકવી નહીં ત્યારે આવા લોકોએ મહેન્દ્ર ફળદુ મારફતે બુકીંગ કરાવ્યું હોવાથી તેઓ મહેન્દ્ર ફળદુને ત્યાં, ઓફીસે, ઘરે આવે છે. મહેન્દ્રભાઈ ફળદુની ધંધાની જગ્યા પર આવે છે તેઓ તે રીતે ખુબ જ હેરાન પરેશાન થયા છે.

કંપની અને તેના ડાયરેક્ટર્સ ગેરકાયદે કૃત્યના કારણે રોકાણકારો મહેન્દ્ર ફળદુને ધમકીઓ, ત્રાસ આપે છે. ફળદુની ધંધાની જગ્યાએ કે ઓફીસ કે પછી સામાજીક ફંકશનમાં જવા ખુબ મુશ્કેલી પડે છે. સમાજમાં મોંઢુ બતાવવું મુશ્કેલ થયું છે. આવા કારણે મહેન્દ્રભાઈ ખુબ બેચેન રહે છે. તબીયત બગડે છે, ખોટા વિચારો આવે છે. કંપની અને તેના ડાયરેક્ટર્સને કારણે જીવવું મુશ્કેલ થયું છે. શા માટે જમીન અને પૈસા માટે આવું કરો છો સમજાતું નથી, મેહન્દ્ર ફળદુ જ્યારે પણ કંપની અને તેના ડાયરેક્ટર્સ અંગે વિચારે છે તથા બુકીંગ કરનારની સામે જોવે છે ત્યારે તેમની તબીયત બગડે છે. તેઓ તથા તેમનો પરિવાર ખુબ મુંઝવણમાં, ટેન્શનમાં સમય પસાર કરે છે. આર્થિક, શારીરિક, માનસિક સ્થિતિ ખરાબ કરવા માટે કંપની અને તેના ડાયરેક્ટર્સ તમામ જવાબદારો ગુનેગાર છે તેવું અવારનવાર તેમને જણાવ્યું છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...