Homeગુજરાતરાજકોટરાજકોટ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા IPS રાજુ ભાર્ગવ, ગાર્ડ ઑફ ઓનરથી...

રાજકોટ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા IPS રાજુ ભાર્ગવ, ગાર્ડ ઑફ ઓનરથી કરાયું સ્વાગત

-

Rajkot City News રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનરના ખાલી પદ પર લાંબા દિવસો બાદ IPS રાજુ ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીક IPS રાજુ ભાર્ગવની નિમણૂક થતા આજરોજ તેઓએ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી રાજુ ભાર્ગવનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે [Rajkot Police Commissioner IPS Raju Bhargav] આજરોજ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ઈન્ચાર્જ પોલીસ કમિશનર અહેમદ ખુર્શિદ દ્વારા તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કર્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ તકે પત્રકારોને સંબોધીત કર્યા હતા.

પત્રકારો સાથે ચર્ચા દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટની સમસ્યાઓનો ઉકેલ લાવવા પોલીસ અને રાજકોટની જનતાને સાથે રાખી કાર્ય કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક સમસ્યા મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ રાજકોટની તાસીરને સમજતા થોડો સમય લાગશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

રાજકોટ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા IPS રાજુ ભાર્ગવ – Rajkot City News Today

ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત રીતે ગેરરીતીના અને કટકીના આક્ષપો લાગ્યા હતા. બાદમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓ પણ વિવાદોમાં ઘેરાયા હતા. આ મામલે પૂર્વ પોલીસ કમિશનર અગ્રવાલની જુનાગઢ ચોકી ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રાન્સફર કરી દેવાયા હતા, જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. સહિત 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Must Read