Rajkot City News in Gujarati: સફળતાના કેટલાક કિસ્સાઓ સમગ્ર સમાજને ઉદાહરણ પુરું પાડતા હોય છે. તેવો જ કિસ્સો રાજકોટના તોશિફ શેખનો છે. જેના પરથી સમજી શકાય છે કે, ગરીબીમાં પણ કેવી રીતે બાળકો અભ્યાસ કરતા હોય છે અને કેવી રીતે સફળતા મેળવતા (Success Story) હોય છે.
Rajkot City News Success Story
છેલ્લા 2 દાયકાથી રાજકોટમાં વસતા રહેમતુલ્લાભાઈ શેખના પુત્ર તોશિફ શેખ ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો છે. આ ઘટના સામાન્ય છે કંઈ મોટી ઘટના નથી પરંતુ ઉદાહરણ રૂપ ઘટના છે.
તોશિફના પિતા રહેમતુલ્લાભાઈ ઘરનું ભારણ ઉઠાવવા આધાર સ્તંભ હતા. આવકના કોઈ મોટો સ્ત્રોત નહીં હોવાથી દિવસ-રાત મહેનત કરી બાળકને શિક્ષિત બનાવ્યો. બાળક તોશિફે પણ પિતાની મહેનત-મજૂરીની કમાણીથી ભણવામાં ખુબ મહેનત કરી સફળ થવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. સાથે જ તેને ડોકટર બની લોક સેવાનું સ્વપ્ન પણ જોયું છે, જે સરાહનિય બાબત કહી શકાય.
ઘરની નબળી આર્થિક સ્થિતિમાં પણ પરિવારે બાળકના શિક્ષણમાં પુરતું ધ્યાન આપ્યું. જેનું પરિણામ હવે પરિવારનો દિકરો તોશિફ ડોકટર બનવા જઈ રહ્યો છે. જેના માટે સરકારી ભાવનગર મેડિકલ કોલેજમાં એડમીશન મેળવવામાં પણ તોશિફ સફળ રહ્યો છે. ટુંકમાં હવે તોશિફ ડોકટરીનો અભ્યાસ કરી ડોકટર બનવા સફળતા મેળવશે.
સાડા ચાર વર્ષ સુધી સખત મહેનત કરી MBBS માં ભાવનગરની સરકારી મેડિકલ સ્થાન પામ્યા બાદ તોશિફ જણાવે છે કે,
MBBS ડોકટર બન્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી કરવા સાથે જ રાજકોટના પછાત વિસ્તારમાં મફત સેવા આપવા માટે એક નાનુ ક્લિનિક બનાવનું સ્વપ્ન છે.
– તોશિફ શેખ
રહેમતુલ્લાભાઇ આ બાબતે જણાવે છે કે,
આગામી સમય માં ભણતર ખૂબ જ જરૂરી છે કોઈ પણ ભોગે પોતાના બાળકોને શિક્ષણ મેળવવાની અને અપાવવા અપિલ છે.
– રહેમતુલ્લાભાઇ શેખ
