Homeગુજરાતરાજકોટનવા પોલીસ કમિશનર ક્યારે મળશે ? ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ આપ્યો જલેબી જેવો...

નવા પોલીસ કમિશનર ક્યારે મળશે ? ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ આપ્યો જલેબી જેવો જવાબ: રાજકોટ

-

Rajkot City News Gujarati રાજકોટ : આજરોજ રાજકોટ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે. ખાસ તો ગૃહ રાજ્યમંત્રી જાણતા રાજા નાટકમાં હાજરી આપવા પહોંચ્યા છે પરંતુ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત પહેલાની બેઠકોનો પણ તેમણે હવાલો આપ્યો છે. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધીત કર્યા હતા. પત્રકારો સાથે ચર્ચા દરમિયાન નવા પોલીસ કમિશનરનો અપેક્ષિત પ્રશ્ન પુછવામાં આવતા ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો હતો.

રાજકોટ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેના સંવાદ કર્યો હતો. જેમાં પત્રકારે રાજકોટવાસીઓને નવા પોલીસ કમિશનર ક્યારે મળશે તે સંદર્ભનો સવાલ કરતા ગૃહરાજ્ય મંત્રીએ ગોળ-ગોળ ઉત્તર આપ્યો હતો. ટૂંકમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રાજકોટ શહેર પોલીસના નવા પોલીસ કમિશનરની નિમણૂક ક્યારે થશે અંગે ફોડ પાડી શક્યા ન હતા. ગોળ-ગોળ જવાબના કારણે પત્રકારે ફરી એ જ સવાલ પુછ્યો હતો કે નવા પોલીસ કમિશનર ક્યારે મળશે ? જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજકોટની જનતા મેં જે કહ્યું તે ખુબ સારી રીતે સમજી શકે છે.

હર્ષ સંઘવી એ પત્રકારના સવાલના જવાબમાં જણાવાયું હતું કે, લોકોની સુરક્ષા માટે ખાસ કરીને ગૃહમંત્રાલય ખુબ જ સજ્જ છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતભરમાં ઘટનાઓમાં ત્વરીત નિર્ણયો, ત્વરીત ચાર્જશીટો અને તેના પર કાયદા વિભાગનું ફોલોઅપ અને તાત્કાલીક નિર્ણય અને ન્યાય મળે તે તરફ સરકાર કામ કરી રહી છે. રાજકોટની જનતાને વિશ્વાસ અપાવતા સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતનો ગૃહ વિભાગ અને રાજકોટ પોલીસ સમાજ સુરક્ષાને લઈને નવા આયામો જોડે રાજકોટમાં કામગીરી કરવા જઈ રહી છે ત્યારે આપ સૌના આશિર્વાદ લેવા હું આવ્યો છું.

નવા પોલીસ કમિશનર ક્યારે મળશે ? ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ આપ્યો જવાબ: રાજકોટ Rajkot City News

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારના સવાલ પર આપેલા ઉપરોક્ત જવાબમાં રાજકોટની જનતાએ સમજવું રહ્યું કે તેમના શહેરને નવા પોલીસ કમિશનર ક્યારે મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત રીતે ટકાવારી અને કૌભાંડ જેવા આક્ષેપો લાગ્યા હતા. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા પણ આક્ષેપોના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા. ત્યારે સરકાર પર દબાણ સર્જાતા પૂર્વ પોલીસ કમિશનરને બદલી કરી દેવાયા હતા. ત્યારથી આજસુધી રાજકોટ પોલીસ બેડાની જવાબદારી ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શિદ અહેમદને સોંપી દેવામાં આવી છે. ઉપરાંત પૂર્વ પોલીસ કમિશનર અને અધિકારીઓ પર થયેલા અન્ય ગંભીર આક્ષેપોની તપાસ આજેપણ અધ્ધરતાલ છે.  

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...