Homeગુજરાતરાજકોટમસાણે ગયેલા લાકડા પરત ન આવે, રાજકોટમાં કથિત તોડકાંડ મામલે સખીયા બંધુ

મસાણે ગયેલા લાકડા પરત ન આવે, રાજકોટમાં કથિત તોડકાંડ મામલે સખીયા બંધુ

-

આજના તાજા સમાચાર ગુજરાત : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ Rajkot Police Commissioner IPS Manoj Agarwal પર લાગેલા ગંભિર આક્ષેપો બાદ તેમની સિંગલ ઓર્ડર થી બદલી કરવામાં આવી છે. મનોજ અગ્રવાલને જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરાઈ છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.કે. ગઢવી અને પી.એસ.આઈ. સહિત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ પીડિત સખીયા બંધુ દ્વારા એક પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી.

સખીયા બંધુએ રાજકોટમાં આજરોજ પ્રેસના માધ્યમથી કહ્યું હતું કે, સરકાર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ફરિયાદી ફરિયાદી બાદ આટલા કડક પગલા લીધા છે. સરકારની કાર્યવાહીનો સંતોષ વ્યક્ત કરવા સાથે તેમને કર્મનિષ્ઠ અધિકારીઓ અને પત્રકારોને બિરદાવ્યા પણ હતા. પરંતુ સાથે જ તેમને પત્રકારોના સવાલ પર આડકતરી રીતે આકરા જવાબ પણ આપ્યા હતા.

વધુ વાંચો – ગાંધી, ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ…

આજના તાજા સમાચાર ગુજરાત – સમાણે ગયેલા લાકડા પરત ન આવે : જગજીવન સખિયા

સખીયા બંધુ એ કથિત તોડકાંડ માટે ચૂકવેલા 75 લાખ પરત મળ્યા કે કેમ આ સવાલ પર તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘મસાણે ગયેલા લાકડા પરત નથી આવતા, તેમ જો તેઓ મને પૈસા પરત આપે તો સાબિત થાય કે તેમણે પૈસા લિધા હતા.’

સાથે જ તેમણે લાંચ મેળવવી અને લાંચ આપવી બંને ગુનો છે તો તમારા પર કાર્યવાહી થશે કે કેમ. આ સવાલ પર તેઓ એ કહ્યું હતું કે, ‘મારી સામે કાર્યવાહી થાય તો મને કોઈ વાંધો નથી. પરંતુ લેનાર ગુનેગાર છે પરંતુ આપનાર મજૂબર હોય છે. આ મામલે મારી ધરપકડ પણ કરવી હોય તો કરી શકે છે. પરંતુ વગર લાંચે કે વગર કમિશને કામ નથી થતું તેનું શું.’.

રાજકોટ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પર કથિત તોડકાંડ બાંદ કાર્યવાહીમાં લીલી પાછળ સુકું બળ્યું હોય તેવો સવાલ થતા જગજીવન સખીયાએ જણાવ્યું હતું કે, ‘ગૃહવિભાગે કરેલી કાર્યવાહનો મને ખ્યાલ ન હોય, પરંતુ એક બ્રાન્ચના પી.આઈ. પી.એસ.આઈ. આ બધુ કરતા હોય તો બધાને ખ્યાલ જ હોય, તેમજ રાજકોટમાં જે ચાલ્યું તે પણ બધાને ખ્યાલ હોય. તો જો બધાને ખબર હોય તો તેમણે ફરિયાદ કરવી જોઈ અને આવા કામ હું નહી કરું તેમ અધિકારીને ના પાડી દેવી જોઈએ.’

Must Read