HomeગુજરાતરાજકોટRMCના સ્વિમિંગ પુલ તેમજ રમત-ગમતની મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન થશે શરૂ

RMCના સ્વિમિંગ પુલ તેમજ રમત-ગમતની મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન થશે શરૂ

-

Rajkot City News રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા (RMC) હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે, સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ તથા સ્નાનાગારો ખાતે શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ (Sardar Vallabhbhai Patel Swimming Pool), શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ (Mahrshi Swami Dayanand Sarasvati Swimming pool),  લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ (Lokmany Tilak Swimmingpool), શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ (Swami Vivekanand Swimming pool) તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર (jijabai Mahila Swimming Pool) શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.

ઉપરોક્ત તમામ રમતગમત તથા સ્નાનાગારની સુવિધાઓનુ માસિક તથા ત્રીમાસિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તા.૩૦/૦૬/૨૦૨૨ ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે તેમ આજરોજ તારીખ 29 જૂન 2022ની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુ વાંચો- ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડની એક પેઢીમાંથી લાખોની રોકડ સાથે જુગાર ઝડપી પાડતી રાજકોટ LCB

વધુ વાંચો- જેતપુરમાં પેન્સનના નામે છેતરી ગયેલી મહિલા આ રીતે ફરિયાદીએ શોધી, પોલીસે તો ફરિયાદ પણ નોંધી ન હતી

Must Read