Homeગુજરાતરાજકોટધો. 10 પાસથી પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓ માટે 30 જેટલી કંપનીમાં દ્વાર ખુલ્લા

ધો. 10 પાસથી પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓ માટે 30 જેટલી કંપનીમાં દ્વાર ખુલ્લા

-

Anubandham portal Gujarat – આઈ.ટી.આઈ.(ITI) કક્ષાની 1392, સ્નાતક કક્ષાની 3457, ડિપ્લોમા 300,   ડિગ્રી એન્જીનીયર 21, ધો. 12 પાસ 878 અને 10 પાસ 153 જગ્યાઓ પર ભરતી…

રાજકોટ(Rajkot City News) તા. 2 – વર્ષ 2021 માં કોરોના હળવો થયા બાદ વિવિધ ઉદ્યોગ ધંધામાં બહોળી માંગ ઉભી થઈ છે. જે અન્વયે ઔદ્યોગિક હબ એવા સૌરાષ્ટ્રના રાજકોટ(Rajkot) જિલ્લામાં પણ વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદિત માલના જથ્થાની દેશવિદેશમાં બહોળી માંગ નીકળતા હાલ સ્કિલ્ડ યુવાઓની તાતી જરૂર ઉભી થયેલી છે. જેના અનુસંધાને દીપાવલી તહેવારોમાં રાજકોટ જિલ્લાના તાલીમ બધ્ધ રોજગારવાંચ્છુકોને નવા પર્વની ભેટ સમાન વિવિધ કંપનીઓમાં 5000 થી વધુ રોજગારીના દ્વાર ખુલ્યા હોવાનું  રોજગાર અધિકારી ચેતન દવે એ જણાવ્યું છે.

આ અંગે વધુમાં જણાવતા તેઓ ઉમેરે છે કે તાલીમબધ્ધ યુવાઓને રોજગારીની યોગ્ય તક અને રોજગારદાતાને જરૂરીયાત મુજબના તાલીમબધ્ધ અને કૌશલ્યવાન યુવાઓ મળી  રહે તે હેતુસર તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ આ તકે તેની હેતુ સિધ્ધીમાં યર્થાથ પુરવાર થયેલ છે.     

રાજકોટ જિલ્લામાં હાલ આઈ.ટી.આઈ. થયેલા 1392, સ્નાતક કક્ષાના 3457, ડિપ્લોમા 300,   ડિગ્રી એન્જીનીયર 21, ધોરણ 12 પાસ 878 અને 10 પાસ 153 સહીત કુલ 5107 જગ્યા મટે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ખાલી જગ્યા ઉપલબ્ધ હોવાનું રોજગાર અધિકારીશ્રીએ જણાવાયું છે.

આ સાથે તેઓએ વધુનેવધુ રોજગારવાંચ્છુક યુવાનો વહેલી તકે અનુબંધમ પોર્ટલ http://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી ઉમેદવારી નોંધાવી દીપાવલીના તહેવારમાં ઘરપરિવારને અનોખી ભેટ આપી શકે છે.

અનુબંધમ પોર્ટલ એટલે રોજગાર સેતુ – Anubandham portal Gujarat (Rajkot City)

રાજ્ય સરકાર દ્વારા રોજગારવાંચ્છુકો માટે અનુબંધમ નામનું ખાસ વેબ પોર્ટલ  તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં નોકરી દાતા અને જરૂરિયાતમંદ બંનેને  એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું હોઈ છે. આ પોર્ટલ દ્રારા નોકરી દાતાને જરૂરિયાત મુજબ ખાલી જગ્યા અંગે પોસ્ટ મૂકે એટલે રોજગાર વાંછુકને તે અંગે માહિતી મળી શકે છે.

સાથોસાથ યુવાઓનો ડેટાબેઝ પરથી કંપની તેમની જરૂરીયાત મુજબના તાલીમબધ્ધ યુવાઓનું  સિલેક્શન કરવાની તક ઉપલબ્ઘ બની શકે છે. રાજ્ય સરકારના પોર્ટલ  દ્વારા રોજગાર દાતા અને રોજગાર વાંચ્છું વચ્ચે વિશ્વસનીય અને સરળ રોજગાર સેતુ રચાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવા તદન નિઃશૂલ્ક છે. આ અંગે વધુ જણાકારી માટે હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....