Homeગુજરાતરાજકોટકલેકટરે ગોંડલ ચોકડી ખાતે ઓવર બ્રિજના કામને લઈને નવું જાહેરનામું બહાર પાડ્યું

કલેકટરે ગોંડલ ચોકડી ખાતે ઓવર બ્રિજના કામને લઈને નવું જાહેરનામું બહાર પાડ્યું

-

રાજકોટ(Rajkot City News) તા.૨૧ ઓકટોબરઃ- રાજકોટ ગોંડલ ચોકડી(Gondal Chokdi) ખાતે ૬ માર્ગીય એલીવેટેડ કોરીડોરનું  કામ ચાલુ હોવાથી આ બ્રીજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોંડલ તરફથી આવતા અને ગોંડલ ચોકડી તરફ જતા એચ.એમ.વી. પ્રકારના ભારે વાહનોને કોરાટ ચોકથી ગોંડલ ચોકડી તરફ જવા પર અને એલ.એમ.વી/ટુ વ્હીલર અને થ્રી વ્હીલર પ્રકારના વાહનોને ખોડીયાર પોલીસ ચોકીથી આગળ જવા પર કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુએ પ્રતિબંધ ફરમાવેલ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

       આ કારણે એચ.એમ.વી પ્રકારના વાહનોએ વાયા રીંગરોડ,૨, કોરાટ ચોકથી (સર્વીસ રોડ) –ઘંટેશ્વર (રાજકોટ-જામનગર હાઇવે) પરથી ચાલવાનું રહેશે જયારે એલ.એમ.વી/ટુ વ્હીલર અને થ્રી વ્હીલર પ્રકારના વાહનોએ ખોડીયાર પોલસ ચોકીની બાજુમાંથી પસાર થતા પુનીતનગર બી.આર.ટી.એસ.(૧૫૦ ફુટ રીંગ રોડ) પરથી ચાલવાનું રહેશે. પોલીસ તથા ઇમરજન્સી વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ અંગે સંબંધિત રસ્તાઓ પર જરૂરી દિશા સુચક સાઇન બોર્ડ પ્રોજેકટ ડાયરેકટર, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા, રાજકોટ દ્વારા લગાવવાના રહેશે.

        આ હુકમ તા. ૩૦/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.    |||     

Must Read