36 C
Ahmedabad

6 લાખ કરતા વધારેની કિંમતના મેફેડ્રોન સાથે SOGએ હેન્ડીક્રાફ્ટના ધંધાર્થીને ઝડપી પાડ્યો: રાજકોટ

Published:

Rajkot City News રાજકોટ : રાજ્યમાં માદક પદાર્થો અને ડ્રગ પર પોલીસ કાર્યવાહીનો દંડો વરસી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ પણ સતત નાર્કોટિક્સ ડ્રગ અને માદક પદાર્થોના ખરીદ-વેચાણ પર તવાઈ ચલાવી રહી છે. આજરોજ રાજકોટ શહેર એસ.ઓ.જી.(SOG) દ્વારા નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

rajkot city sog police arrest accuse narcotics gujarati news today
ઝડપાયેલો આરોપી ડાબી બાજુની તસવીર. જમણી બાજુની તસવીર પ્રતિકાત્મક

નાર્કોટિક મેફેડ્રોનના જથ્થા સાથે SOGએ આરોપીને ઝડપી પાડ્યો: રાજકોટ Rajkot City News Gujarati

રાજકોટ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રાજકોટમાં નાર્કોટિક્સ ડ્રગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટના મનહર પ્લોટ શેરી નંબર 2 મા રહેતો અને હેન્ડીક્રાફ્ટનો વ્યવસાય કરતો યોગેશ બારભાયાને મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ એસ.ઓ.જી.એ માહિતીની આધારે આરોપી યોગેશ હસમુખલાલા બારભાયા પાસેથી ડ્રગ કબ્જે કર્યું છે. આરોપી પાસેથી પોલીસને મેફેડ્રોન ગ્રામ 66.90 મળી આવ્યું હતું. આ ડ્રગની બજાર કિંમત રૂપિયા 6.69.000 ગણવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા આરોપી યોગેશ વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીએ જસદણમાં ઘોડી પાસા રમતા 16 ઝડપ્યા, લોકોમાં ચર્ચા સ્થાનિક પોલીસ કેમ હતી અજાણ ?

Related articles

Recent articles