Homeગુજરાતરાજકોટદિવાળીના તહેવાર નિમિતે પોલીસ કમિશ્નરના પ્રતિબંધક હુકમો

દિવાળીના તહેવાર નિમિતે પોલીસ કમિશ્નરના પ્રતિબંધક હુકમો

-

રાજકોટ(Rajkot City News) દિવાળીના તહેવાર નિમિતે પોલીસ કમિશન(Rajkot Police commissioner) મનોજ અગ્રવાલે(Manoj agarwal) નીચે મુજબના  પ્રતિબંધક હુકમો જાહેર કર્યા છે.

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રીના ૨૦/૦૦ થી ૨૨/૦૦ સુધી જ ફોડી શકાશે. બેસતા વર્ષના તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રીના ૨૩/૫૫થી ૦૦/૩૦ વાગ્યા સુધી ફોડી શકાશે. રાજકોટ શહેરના જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનું/ફટાકડા ફોડી કે સળગાવી શકાશે નહી કે આતશબાજી કરી શકાશે નહીં.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦ મીટર વિસ્તારમાં ફટાકડા/દારૂખાનુ ફોડી શકાશે નહીં.  સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લૂમ)(Series Crackers or laris)થી મોટા પ્રમાણમાં હવા, અવાજનું પ્રદૂષણ થતું હોવાથી ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.

હાનીકારક ધ્વની પ્રદૂષણ રોકવા માટે માત્ર Petroleum and Explosive Safety Organization (PESO) દ્વારા અધિકૃત બનાવ વાળા અને માન્ય ધ્વની સ્તર (Decimal Level) વાળા જ ફટાકડા વેચી અથવા વાપરી શકાશે આ સિવાયના ફટાકડા વેચી અથવા વાપરી શકાશે નહીં.

કોઈપણ ઓનલાઈન ઇ-કોમર્સ વેબસાઇટ જેમ કે ફ્લીપ-કાર્ટ,  એમેઝોન વગેરે પરથી ફટાકડા વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહી કે ખરીદી કરી શકાશે નહી. Directorate General of Foreign Trade (DGFT) દ્વારા ઇસ્યુ કરેલ લાઇસન્સ થી આયાત કરેલ ફટાકડા સિવાયના તમામ વિદેશી ફટાકડા પ્રતિબંધિત રહેશે.

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ પરવાનગી આપેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.

આ હુકમ તા.૦૧/૧૧/૨૦૨૧ ના કલાક ૦૦/૦૦ થી તા.૧૫/૧૧/૨૦૨૧ ના કલાક ૨૪/૦૦ સુધી સમગ્ર પોલીસ કમિશ્નરેટની હુકુમત હેઠળના વિસ્તારમાં અમલી રહેશે.|||

Must Read