Homeગુજરાતરાજકોટ5મી તારીખ સુધી રાજકોટમાં આ વિસ્તારના રસ્તાઓ રહેશે બંધ.

5મી તારીખ સુધી રાજકોટમાં આ વિસ્તારના રસ્તાઓ રહેશે બંધ.

-

રાજકોટ(Rajkot City News) તા. 2 – આગામી દિવાળીના(Diwali) તહેવારો દરમ્યાન તા.05/11/2021 સુધી રાજકોટમાં(Rajkot) મુખ્ય બજાર(Main Bazar) વિસ્તારમાં નીચે જણાવેલ રસ્તાઓ પર ખરીદી કરવા તથા રોશની જોવા માટે આમ જનતાની અવર-જવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાના કારણે નીચે જણાવેલ રસ્તાઓ તમામ પ્રકારના વાહનો જેવાકે, મેટાડોર, ફાર, ઓટો રીક્ષા, રેકડી, રેકડા, મોટર સાયકલ, સ્કુટર વિગેરેની અવર-જવર માટે સદંતર બંધ રાખવાનો હુકમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યો છે.

જેમાં ઢેબર ચોકથી સાંગાણવા ચોકથી, જુની ખડપીઠ ચોક સુધીનો રોડ લાખાજીરાજ રોડ તરફ ફોરવ્હીલ તથા થ્રી વ્હીલ તથા ટુ વ્હીલર વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. સાંગાણવા ચોકથી ગરેડીયા કુવારોડ થઇ પરાબજાર સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડથી પરાબજાર સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. ધી કાંટા રોડ ગાંધી ચોક, લાખાજીરાજ રોડથી કંદોઇ બજાર રોડથી પરાબજાર રોડ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

પ્રહલાદ સિનેમાથી દરજી બજારથી પરાબજાર રોડને મળે છે ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. પ્રહલાદ સિનેમાથી પ્રેમીલા રોડ જે ધી કાંટા રોડથી કંદોઇ બજાર થઇ પરા બજાર થઇ પરા બજાર સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

દેના બેંક ચોકથી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. જયારે કે આ મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લા રહેશે. મોચી બજાર ચોકથી લુવાણાપરા, નવા નાકા ટાવર, નવા નાકાથી કોઠારીયા, પોલીસ ચોકી તથા પેલેસ રોડ જવા માટે તમામ વાહનો માટે ખુલ્લો રહેશે.

મોચીબજાર પોસ્ટ ઓફીસથી દેના બેન્ક ચોકથી ઢેબર ચોક થઇ આર.એમ.સી. ચોકથી સેન્ટ્રલ પોઇન્ટ કરણસિંહજી ચોકથી ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ તરફ જઇ શકાશે. દિવાનપરા પોલીસ ચોકીથી જુની ખડપીઠથી નવાનાકા ચોક થઇ રૈયાનાકા ટાવર તરફ જઇ શકશે. મોચી બજારથી દાણાપીઠ રોડ તથા ઘી પીઠ સુધી ખુલ્લો રહેશે.

તેમજ હાલ નીચે મુબજના વન વે માં દિવાળીના તહેવાર નિમીતે ફેરફાર કરાયો છે. લુવાણાપરા વન વે મોચી બજારથી આવવા માટેની મનાઇ છે. તે બન્ને તરફથી આવવા જવા માટે ઉપરોકત દિવસો માટે ખુલ્લા રહેશે. નવાનાકા વન વે બન્ને તરફથી ઉપરોકત દિવસો માટે ખુલ્લો મુકાયો છે.

લાખાજીરાજના બાવલા સામેથી જતો કવિ નાનાલાલ માર્ગ જે કરણસિંહજી હાઇસ્કુલ ચોકથી આવવા માટે ખુલ્લો છે. તે ત્યાંથી બંધ કરવો અને બાપુના બાવલા સામેથી જવા માટે છુટ રહેશે.

કરણસિંહજી ચોકથી કવિ નાનાલાલ માર્ગ તરફ જતા વાહનો આ દિવસો દરમ્યાન સેન્ટ્રલ પોઇન્ટ તરફ કરણસિંહજી રોડ ઉપર થઇ જઇ શકશે. જિલ્લા પંચાયત ચોકથી સ્વામી વિવેકાનંદજીના પુતળા સુધીનો યાજ્ઞિક રોડ રોડ સાંજના કલાક ૧૭/૦૦ થી રાત્રીના કલાક-૨૨/૦૦ સુધી ફોર વ્હીલ માટે ઉપરોકત તારીખ દરમ્યાન નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

અને પાર્કિંગ માટે ડો.હોમી દસ્તુમાર્ગ પર એક સાઇડે ફોર વ્હીલ વાહનો પાર્ક કરવાના રહેશે. તેમજ જુની ખડપીઠથી દિવાનપરા પોલીસ ચોકી સુધીનો દિવાનપરા મેઇન રોડ દિવાળીના તહેવારો પુરતો દિવસો માટે નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.

વધુ સમાચાર વાંચો રાજકોટ શહેરના –

મોચી બજાર પોસ્ટ ઓફીસથી દેનાબેન્ક ચોક સુધી ( જયુબેલી શાક માર્કેટ રોડ),  ડો. ચંદુલાલ માર્ગ (આલ્ફ્રેડ હાઇસ્કુલ દિવાલ સાઇડે), ઢેબર ચોક ત્રીકોણબાગ પાસે. કરણસિંહજી હાઇસ્કુલથી સેન્ટર પોઇન્ટ સુધીનો રસ્તો, લાખાજીરાજ હાઇસ્કુલ કોટક શેરી નં.-૪ પાસે પાર્કિંગ વ્યવસ્થા છે.

આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. તદઉપરાંત મહાનગરપાલિકાનાં વાહનોને ખાસ કિસ્સામાં વાહનો લાવવા લઇ જવા માટે મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, રાજકોટ શહેર ખાતેથી પરવાનગી મેળવી શકશે. આ હુકમનો ભંગ બદલ મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ પગલા લેવામાં આવશે.|||

Must Read