Homeગુજરાતરાજકોટરાજકોટ પોલીસની મહત્વની બ્રાન્ચ ફરી છાપે ચઢી !બુકી ઉઠાવી પૈસા ખંખેર્યાનો અહેવાલમાં...

રાજકોટ પોલીસની મહત્વની બ્રાન્ચ ફરી છાપે ચઢી !બુકી ઉઠાવી પૈસા ખંખેર્યાનો અહેવાલમાં દાવો

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ પોલીસ કમિશનર કચેરી અને ક્રાઈમ બ્રાન્ચની જૂની કચેરી તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ પરના આક્ષેપથી ખરડાઈ ગઈ હતી. આક્ષેપો બાદ અગ્રવાલની બદલી અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સસ્પેન્ડ કરી નવા અધિકારી અને નવી ઓફિસ શરૂ થઈ છે. પરંતુ આ નવી ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાતા ફરી નાગરિકોમાં શંકાઓ જાગી હતી. ત્યાં હવે રાજકોટના સ્થાનિક અખબારમાં કથિત રીતે બુકીને દમણથી ઉઠાવી લાખો રૂપિયા પડાવ્યાનો અહેવાલ પ્રસિધ્ધ થતા ફરી કોલસો દૂધે ધોવાથી સફેદ ન થાય તેવો ઘાટ સર્જાયો છે.

રાજકોટ Rajkot ના અખબાર મુખ્ય સમાચારે પ્રસિધ્ધ કરેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટની મહત્વની બ્રાન્ચ દ્વારા નામચીન બુકી મેન્દુને દમણથી ઉઠાવી દોઢ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. આ બુકીને ગોંધી રાખી આ બ્રાન્ચે તગડી રકમ વસૂલી હતી તેવી ચર્ચાઓનો પણ અખબારે ઉલ્લેખ કર્યો છે. બીજ તરફ કરણ અમરેલી નામના બુકીને પણ ઉઠાવી થોડી જ મીનીટોમાં લાખોની રકમ પડાવાઈ હોવાનો આ અખબારે અહેવાલમાં દાવો કર્યો છે. આમ રાજકોટના ગુજરાતી અખબારે પ્રસિધ્ધ કરેલા અહેવાલ બાદ પોલીસની ભૂમિકા પર ફરી સવાલો પેદા થયા છે.

rajkot city crime branch article mukhya samachar news-min
મુખ્ય સમાચાર અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલનું કટીંગ

આ અહેવાલ બાદ શહેરમાં પોલીસ બુકીઓના ધંધા બંધ કરાવવા ઉઠાવે છે પોતાનો ધંધો મોટ કરવા તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉના કારસ્તાન પર હજૂ પડદો નથી પડ્યો ત્યાં ‘નવી ઘોડીનો નવો દાવ’ શરૂ થયાનું લોકો માની રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ અહેવાલમાં ખરેખર કોઈ વજૂદ ન હોય તો પોલીસ કમિશનર અને અહેવાલમાં ઉલ્લેખીત બ્રાન્ચના વડાએ પત્રકાર પરિષદ યોજી જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ. સાથે જ તે પણ જાહેર કરવું જોઈએ કે ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં મોબાઈલ અને પોલીસના ખુદના સીસીટીવી કેમેરા નહીં હોવાનો શું મતલબ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...