36 C
Ahmedabad

PGVCL વિદ્યુત સહાયક ભરતી પરીક્ષા આક્ષેપ મામલે એડી.જનરલ મેનેજરે કર્યો ખુલાસો: રાજકોટ

Published:

Rakot City News રાજકોટ : આજરોજ રાજકોટ ખાતે યોજાયેલી PGVCLની ભરતી પરીક્ષા પેપરનું સિલ તૂટેલું હોવાનો આરોપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલા કે. એ પાંધી લો કોલેજ સેન્ટર ખાતે પરીક્ષાર્થીઓએ આ આક્ષેપ કર્યો હતો. જેમાં પરીક્ષાર્થીઓનું કહેવું છે કે 20 ઉમેદવારોના પેપરના સિલ તૂટેલા હતા. બીજ તરફ તેમણે સેન્ટર પર આ મામલે જાણ કરતા તેમની સહિ કરાવી કોઈ પેપર તૈયારી કરી લેવાયો હતો પરંતુ તે કાગળનો ફોટો પણ તેમને લેવા દેવાયો નહીં. પરિણામે વિદ્યાર્થીઓમાં રોષ પ્રગટ થવા સાથે ગેરરીતી થયા હોવાનો ઉશ્કેરાટ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટના મીડિયા મારફતે સામે આવતા તંત્ર દ્વારા તાબડતોડ એક્શન લેવામાં આવ્યા હતા. મામલાની જાણ થતા જ ઘટના સ્થળો રાજકોટ પોલીસ પહોંચી હતી અને કે. એ. પાંધી લો કોલેજમાં તપાસ હાથ ધરી હતી.

જ્યારે આ મામલે PGVCLના એડિશનર જનરલ મેનેજર એ. આર. કટારાએ મીડિયાને જવાબ આપતા જણાવ્યું હતું કે, પેપર પ્રિન્ટીંગ થયા બાદ મશીનથી સીલ થતું હોય છે. પેપરનું બોક્સ સીજ કરેલું જ હતું અને બ્લોકમાં ગયા ત્યારે પેપર સીલ અવસ્થામાં જ હતા. તેમણે એવું પણ જણાવ્યું કે, આ તમામ પ્રક્રિયાના રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, પેપર કોઈ રીતે લીક થયું નથી અને કોઈપણ પ્રકારી ગેરરીતિ પણ થઈ નથી.

PGVCL ભરતી પરીક્ષા આક્ષેપ મામલે એડી.જનરલ મેનેજરે કર્યો ખુલાસો: રાજકોટ Rajkot News

આ મામલે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ પણ પ્રતિક્રીયા આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ ઘટનાને વખોડી હતી અને તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, પ્રિન્ટીંગ પ્રેસથી સ્ટ્રોંગ રૂપ સુધી તપાસ કરવામાં આવે.

Related articles

Recent articles