Homeગુજરાતરાજકોટઅનોખા લગ્ન સંસ્કાર વિધિનું સાક્ષી બન્યું રાજકોટનું નારી સંરક્ષણ ગૃહ.

અનોખા લગ્ન સંસ્કાર વિધિનું સાક્ષી બન્યું રાજકોટનું નારી સંરક્ષણ ગૃહ.

-

રાજકોટ(Rajkot city News), તા. ૨૯ ઓક્ટોબર – જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ દ્વારા  નારી સંરક્ષણ ગૃહ, રાજકોટ ખાતે સંયુક્તપણે આયોજિત ૩ દીકરીઓના લગ્નનો સમારંભ અનેરા આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો.

ઘરેલુ હિંસામાં ભોગ બનેલી પીડીત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે રાજકોટ વહિવટી તંત્ર પ્રયત્નશીલ છે

– કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ

આ પ્રસંગે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર(Rajkot Collector) અરૂણ મહેશ બાબુ(Arun Mahesh Babu), ડિસ્ટ્રીક્ટ જજ ઉત્કર્ષ ટી. દેશાઈ, એડી. ડિસ્ટ્રિક્ટ જજ કે.ડી.દવે, સિનિયર સિવિલ જજ આર.એસ.રાજપુત, સિવિલ જજ એમ.એે.કૌશિક, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા વગેરેએ ઉપસ્થિત રહીને નવ પરિણીતોને આશિર્વાદ પાઠવ્યા હતા.

Nari Suraksha Kendra Rajkot - wedding ceremony
Rajkot City news Nari Suraksha Kendra Rajkot – wedding ceremony ( જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ દ્વારા  નારી સંરક્ષણ ગૃહ, રાજકોટ ખાતે સંયુક્તપણે આયોજિત ૩ દીકરીઓના લગ્નનો સમારંભ)

આ પ્રસંગે કલેક્ટર(Rajkot Collector) અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પીડીત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહિવટી તંત્ર સદા પ્રયત્નશીલ છે. આજે કુલ ત્રણ યુગલોના લગ્ન કરવામાં આવ્યા, જેમાં બે રાજકોટના છે અને એક યુગલ જામનગરનું છે. જામનગરનું યુગલ મુકબધિર છે. આ દંપતિઓને એક લાખ રૂ. તથા ૫૦ હજારની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે.

 Nari Suraksha Kendra Rajkot - wedding ceremony
Rajkot City News Nari Suraksha Kendra Rajkot – wedding ceremony ( જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ દ્વારા  નારી સંરક્ષણ ગૃહ, રાજકોટ ખાતે સંયુક્તપણે આયોજિત ૩ દીકરીઓના લગ્નનો સમારંભ)

ભારતીય સંસ્કૃતિના ૧૬ સંસ્કાર પૈકી લગ્ન એ અગત્યની સંસ્કાર વિધી છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નએ એક ધાર્મીક વિધી ઉપરાંત અનોખો ઉત્સવ છે. નારીસંરક્ષણ ગૃહ આવા એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બન્યુ હતું. મુકબધિર યુગલની લગ્ન વિધી કરાવનાર મહેશ જોષીએ અગાઉ ૧૬ જેટલા મુકબધિરોના લગ્ન કરાવ્યા છે. આ યુગલ માટે તમામ વિધી શબ્દોથી નહીં પરંતુ સાઈન લેન્ગવેજથી કરાવવામાં આવી હતી. આ અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 Nari Suraksha Kendra Rajkot - wedding ceremony
Rajkot City News Nari Suraksha Kendra Rajkot – wedding ceremony ( જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ દ્વારા  નારી સંરક્ષણ ગૃહ, રાજકોટ ખાતે સંયુક્તપણે આયોજિત ૩ દીકરીઓના લગ્નનો સમારંભ)

આ પ્રસંગને સફળ બનાવવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબેન ચાવડા, ડે૫યુટી મેનેજર આજ્ઞા કાપડીયા, મહિલા શક્તિ કેન્દ્રના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર જેવીના પટેલ તથા અન્ય સ્ટાફ મેમ્બરોએ અનેરા ઉત્સાહ સાથે કામગીરી કરી હતી.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....